ડાંગરના ભૂખરા તડતડિયાના ઉપદ્રવથી બચાવવા આ ખાસ વાંચો

નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા આજે ઓલપાડ તાલુકાના બરબોધન ગામની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ડાંગર પાકના ઘણા ખેતરોમાં ડાંગરના ભૂખરા તથા લીલા તડતડિયાનો વ્યાપક પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળ્યો છે. અમુક જગ્યાએ આખા ખેતરોમાં આ જીવાતના ઉપદ્રવથી પાકનું નુકસાન થયું છે. આ તડતડિયા ખુબ નુકસાન કરતી જીવાત છે, જે પાકના થડ પર રહીને રસ ચૂસે છે, અને ચારથી પાંચ દિવસમાં આખા ખેતરના પાકનો નાશ કરી દે છે. જેથી આ જીવાતને કાબૂમાં લેવા ખેડૂતોએ ખુબ સજાગ થવાની જરૂર છે. જો તુરંત દવાનો છટકાવ કરવામાં ન આવે તો ખેડૂતોને ડાંગરનું પરાળ પણ ઉપયોગમાં આવતું નથી. આથી ડાંગરના પાકને બચાવવા માટે નીચે મુજબના ઉપાયો તાત્કાલિક કરવા ખેડૂતોને ભલામણ કરવામાં આવી હતી. આ જીવાતનો ઉપદ્રવ ખેતરના મધ્ય ભાગમાંથી શરૂ થતો જોવા મળે છે,

આ સમસ્યા ટાળવા માટે તજજ્ઞોએ જેથી ખેડૂતે ડાંગરની ક્યારીમાં અંદર જઈને તપાસ કરતાં રહેવાનું તેમજ નાઇટ્રોજનયુક્ત ખાતરનો કરવા જણાવ્યું હતું આ ઉપરાંત જેવો આ જીવાતનો ઉપદ્રવ જણાય એટલે એમિડાકલોપ્રિડ ૧૭.૮ એસ.એલ ૧૦ લિટર પાણીમાં ૩ મિલી, એસિટામેપ્રિડ ૨૦% એસ.પી. ૧૦ લિટર પાણીમાં બે ગ્રામ, ફીપ્રોનિલ ૫% એસ.સી. ૧૦ લિટર પાણીમાં ૨૦ મિલી, થાયોમિથોક્સામ ૨૫ % ડબલ્યુ. જી. ૧૦ લિટર પાણીમાં બે ગ્રામનું મિશ્રણ બનાવીને તેનો છંટકાવ કરવો જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *