ખેરગામમાં ચાર ઇંચ વરસાદથી જળબંબાકાર

ખેરગામ તાલુકામાં સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત રહી હતી. વીતેલા 24 કલાકમાં તાલુકામાં 87 મી.મી.(3.48 ઈંચ) જેટલો વરસાદ ઉપરાંત ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે તાલુકામાંથી પસાર થતી તાન અને ઔરંગા સહિતની લોકમાતાઓમાં આજે સતત બીજા દિવસે ઘોડાપુર આવતા ખેરગામ અને ધરમપુર તાલુકા વચ્ચેથી પસાર થતા પાટી-ખટાણાં, ચીમનપાડા-મરધમાળ, બહેજ-ભાભા અને નાંધઇ-મરલા વચ્ચેનો લો લેવલનો બ્રિજ પાણીમાં ગરક રહેતા વાહન ચાલકોએ લાંબો ચકરાવો લેવાની નોબત આવી હતી. સાથે આર્થિક ભારણ વેઠવાની ફરજ પડી હતી. આ લો લેવલબ્રિજ પાણીમાં ગરક હોવાથી અહીંથી વાહન વ્યવહારબંધ કરવા સાથે અકસ્માત ન થાય તે માટે ખેરગામ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *