કડોદરા નજીકના તાતી થૈયામાંથી દારૂ ઝડપાયો

પલસાણા તાલુકાના કડોદરા પોલીસમથક વિસ્તારમાં સુરત ગ્રામ્ય એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે, તાતીથૈયા ગામની હદમાં મગન ભીખા પટેલની માલિકીના બ્લોક નં.૧૩૧વાળા ખેતરના શેઢા પર કન્ટેનર દ્વારા દારૂનો મોટો જથ્થો ઉતાર્યો છે. અને ત્યાંથી સગેવગે કરવાની પેરવીમાં છે. જે બાતમીના આધારે સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે સ્થળ પર જઇ રેઇડ પાડતાં શેરડીના ખેતરમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૧૩૬૮ કિંમત રૂપિયા ૨૩૧૩૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે કરી આ ગુનામાં સંડોવાયેલ શંક૨સીંગ બાબુસીંગ રાજપૂત (રહે., તાતીથૈયા, પ્રથમપાર્ક) તેમજ ૫૨મેશ્વ૨ ઉર્ફે સાધુ પાંડે (રહે., સુરત)ને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *