અપહરણ કેસના આરોપી 22 વર્ષે ઝડપાયા

આજથી 22 વર્ષ પહેલા ત્રણ ભાણેજે જમીનના ઝઘડામાં પોતાના મામાનું અપહરણ કરાવી માર મારવા માટે 20 હજારમાં સોપારી આપી હતી. બાદમાં અપહરણ કરાવી તમંચો બતાવી ગળા ઉપર ચાકુ મુકી 10 હજારની ખંડણી માંગી હતી. ક્રાઈમ બ્રાંચે અપહરણ કરનાર ગોકુળ ભરવાડને તો ઝડપી પાડ્યો હતો. પરંતુ સોપારી આપનાર ત્રણેય આરોપી ફરાર હતા. દિવાળી માટે તેમના વતન આવ્યાની માહિતી મળતા જ ક્રાઈમ બ્રાંચે તેમને ઝડપી પાડ્યા હતા. ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, અપહરણ કરીને સોપારી લઈને માર મારવાના કેસમાં 22 વર્ષથી નાસતા ફરતા ત્રણ મુખ્ય આરોપી મધ્યપ્રદેશ રાજ્યમાં મુરૈના જિલ્લામાં આવેલા તરૈણી ગામમાં છુપાયેલા છે. ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે આરોપી હોતમસીંગ ઉર્ફે ગૌતમસીંગ રતનસીંગ કુસ્વાહ (ઉ.વ.45), શ્રીકૃષ્ણસીંગ રતનસીંગ કુસ્વાહ (ઉ.વ.48) તથા રામરૂપ રતનસીંગ કુસ્વાહ (ઉ.વ.41) (તમામ રહે. ગામતરેણી, થાના.પોરસા, પોસ્ટ.અંભા, જી.મુરૈના, મધ્યપ્રદેશ) ને ઝડપી પાડ્યા હતા. રામબરન ધૃતરામ કુસ્વાહ (ઉ.વ.29, રહે. ઘનશ્યામનગર, વરાછા તથા મુળ મુરૈના, એમ.પી.) વર્ષ 1999 માં સુરતમાં હિરા ઘસવાનું કામ કરતો હતો. વર્ષ 1999 માં આરોપીઓ રામબરનની સાથે વરાછા વિસ્તારમાં એકબીજાની આજુબાજુમાં રહેતા હતા. અને તેઓ બધા હિરા ઘસવાની મજૂરી કામ કરતા હતા. રામબરન અને આરોપીઓ દુરના સંબંધમાં મામા ભાણેજ થતા હતા. તેઓનો વતનમાં જમીન બાબતમાં ઝઘડો ચાલતો હતો. જેની અદાવત રાખી પકડાયેલા આરોપીઓએ ગોકુળ ભાણાભાઈ ભરવાડ અને ભરત ઉર્ફે ગોપાલ રામસીંગ રાઠોડને રામબરનનું અપહરણ કરી માર મારવા માટે 20 હજાર રૂપિયામાં સોપાટી આપી હતી. જેથી ગોકુળ અને ભરતે રામબરનને તમંચો બતાવી ગળા ઉપર ચાકુ મુકી વરાછા લંબેહનુમાનરોડ પરથી અપહરણ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અને તેની પાસેથી 10 હજારની ખંડણી લઈ નાસી ગયા હતા. આ કેસમાં ગોકુળ ભરવાડ પકડાયો હતો. તે સિવાય સોપારી આપનાર મુખ્ય આરોપીઓ સુરત છોડી ભાગી ગયા હતા. દિવાળી આવતી હોવાથી તેઓ વતનમાં આવ્યા હતા. આ અંગે ક્રાઈમ બ્રાંચને બાતમી મળતા તેમને ઝડપી પાડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *