કામરેજ ગામમાં છેલ્લા એક માસથી ગામમાં આતંક મચાવતા કપિરાજને આખરે ગામ લોકો અને વન વિભાગની ટીમે પાંજરે પૂરતાં ગામલોકોએ હાશકારો અનુભવ્યો હતો. કામરેજ તાલુકાના મુખ્ય ગામ એવા કામરેજમાં બજાર અને કોટેશ્વર ફળિયામાં છેલ્લા એક મહિનાથી એક કપિરાજ અવરજવર કરી લોકોને માર મારતા હતા. લોકોને મારીને પાડી પણ દેતો હોવાની ફરિયાદ મળતાં ફોરેસ્ટર સુનીલ રાવલ તેમજ પરેશભાઈએ ગામ લોકોની સાથે બુધવારે સવારથી કપિરાજને પાંજરે પૂરવા ગામના સરપંચ મનીષ આહીર તેમજ ગામના લોકોએ મહામહેનતે સાંજે પાંજરે પૂરતાં ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પાંજરે પુરાયેલા કપિરાજને ડાંગના જંગલમાં છોડી દેવાની કામગીરી કરાઈ છે.
