રવિવારના રોજ દેવભૂમિ દ્વારકા ખાતે આહિર સમાજ દ્વારા ધ્વજા આરોહણનો કાર્યક્રમ યોજાવાનો છે જે અંતર્ગત શનિવારના રોજ સીમાડા બીઆરટીએસ કેનાલ રોડ પરથી દક્ષિણ ગુજરાતમાં વસતા આહિર સમાજના લોકો 500 થી વધુ કારનો કાફલો રેલી મારફતે દ્વારકા જવા માટે નીકળ્યો હતો. આ ભવ્ય તીર્થ રેલીને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે દ્વારકા જવા માટેની લીલીઝંડી આપી હતી.આ રેલીમાં સમાજના પ્રમુખ આર.એસ.હડીયા તેમજ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં જોડાઈ દ્વારકા જવા માટે નીકળ્યા હતા. આ રેલીમાં વાપી, વલસાડ, ભરૂચ-અંકલેશ્વર, કિમ, કામરેજ, માંકડાથી પણ લોકો રેલીમાં જોડાયા હતા. આજે સુરત સહિત ગુજરાતના 7 જિલ્લાઓમાંથી આહિર સમાજની ખુબ મોટી સંખ્યામાં દ્વારકા જવા માટે રેલી નીકળી હતી. પહેલીવાર દેવભૂમિ દ્વારકા ખાતે પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ ના યજમાન પદે મોટી સંખ્યામાં આહીર સમાજ એકત્ર થઇ જગતપિતા શ્રી દ્વારકાધીશને ધ્વજા ચઢાવશે અને રાત્રે લોક સાહિત્યકાર માયાભાઈ આહીરનો ડાયરો યોજાશે.
