કામરેજ ગામમાં છેલ્લા એક માસથી ગામમાં આતંક મચાવતા કપિરાજને આખરે ગામ લોકો અને વન વિભાગની ટીમે પાંજરે પૂરતાં ગામલોકોએ હાશકારો અનુભવ્યો હતો. કામરેજ તાલુકાના મુખ્ય ગામ એવા કામરેજમાં બજાર અને કોટેશ્વર ફળિયામાં છેલ્લા એક મહિનાથી એક કપિરાજ અવરજવર કરી લોકોને માર મારતા હતા. લોકોને મારીને પાડી પણ દેતો હોવાની ફરિયાદ મળતાં ફોરેસ્ટર સુનીલ રાવલ તેમજ પરેશભાઈએ ગામ લોકોની સાથે બુધવારે સવારથી કપિરાજને પાંજરે પૂરવા ગામના સરપંચ મનીષ આહીર તેમજ ગામના લોકોએ મહામહેનતે સાંજે પાંજરે પૂરતાં ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પાંજરે પુરાયેલા કપિરાજને ડાંગના જંગલમાં છોડી દેવાની કામગીરી કરાઈ છે.
Related Articles
ચોર્યાસી તાલુકા પંચાયતે પોષણ માસની ઉજવણી કરી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત સગર્ભા માતાઓ, બાળકો અને કિશોરીઓને પોષણયુક્ત આહાર મળી રહે અને કુપોષણ નાબૂદી એ માટે રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર માસની ‘‘પોષણ માસ’’ તરીકેની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે સુરત જિલ્લાની સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા ચોર્યાસી તાલુકા પંચાયત ખાતે ‘સંવેદના દિન-સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુપોષિત માતાની […]
મહુવાના બુટવાડા ગામે વીજ કરંટ લાગતાં યુવકનું મોત
આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર મૂળ રાજસ્થાનના અજમેર જિલ્લાના વાડિયા ગામના રહેવાસી હાલ મહુવા વીજ કપંનીની ઓફિસમાં કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર કામ કરે છે. દરમિયાન મહુવાના બુટવાડા ગામે તેઓ વાયર ખેંચવાની કામગીરી કરવા માટે ગયા હતા. ત્યાં તેમને અચાનક જ કરંટ લાગતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જો કે, ત્યાં હાજર લોકોએ તાત્કાલિક […]
તરસાડી કોસંબારોડ બિસ્માર હાલતમાં, વારંવાર અકસ્માત
તાજેતરમાં ચાર-પાંચ દિવસથી પડી રહેલા વરસાદના કારણે તરસાડી કોસંબાને જોડતા ઓવરબ્રિજ ઉપર તેમજ ઓવરબ્રિજની બંને તરફ સર્વિસ રોડ ઉપર મસમોટા ખાડા પડી જતાં પસાર થતા વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.તરસાડીથી કોસંબાના પ્રજાનો તેમજ વાહનચાલકો માટે ઉપયોગી એવા ઓવરબ્રિજની ચારેકોર તેમજ ઓવરબ્રિજના બંને તરફના સર્વિસ રોડ પર એટલા મોટા ખાડા પડી ગયા છે […]