માંડવીના તડકેશ્વર ગામે ધોધમાર પડેલા વરસાદી પાણીથી ગામની સીમમાં આવેલા દુધેરી વિસ્તારમાંથી પસાર થતી ખાડીમાં વરસાદી પાણી લો-લેવલ થતાં ખાડીના પુલ ઉપર પાણી ફરી વળતાં ત્યાંથી ટ્રેક્ટર નં.(જીજે-૦૫-એએ-૪૫૯૮) લઈ પસાર થતાં પાણીના પ્રવાહમાં ટ્રેકટર એક સાઈડ ઉપર ખેંચાઈ જતાં ટ્રેક્ટરની પાછળ બેઠેલો યુવાન અબ્દુલ સમદ મોહમદ જાદવત (ઉં.વ.૩૫) (રહે.,તડકેશ્વર, ફલાહી મસ્જિદ ફળિયું, તા.માંડવી) ગભરાઈ જતાં જીવ બચાવવા ખાડીના પાણીમાં છલાંગ મારી હતી. આથી તણાઈ ગયા બાદ શુક્વારે સવારે લાશ મળી હતી. જેને તડકેશ્વર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પી.એમ. કરાવી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. લાશનો કબજો તેના વાલી વારસોને સોંપાયો હતો.
