વાલોડના ગોડધામાં લટાર મારતો દીપડો પકડાયો

વાલોડના ગોડધા ગામે માહ્યાવંશી ફળીયામાં માવજીભાઇનાં ખેતરમાં છેલ્લા ઘણા સમયથી લટાર મારતા દિપડાને પકડવા જંગલખાતાએ આશરે અઠવાડીયા પહેલા મુકેલ પાંજરામાં અઢી વર્ષીય દિપડી પુરાતા સ્થાનિક ખેડુતોએ રાહતનો શ્વાસ લીધો છે. દિપડાના પંજાના નિશાન નજરે પડતાં માનવ વસવાટ તથા ખેતરોમાં દિપડો દેખાતાં હોવાને લીધે ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો હતો. માહ્યાવંશી ફળિયા નજીક ખેતરોમાં શેરડીનો પાક ઊભો હોવાથી અને મરઘાં સહીતનો શિકાર સરળતાથી મળી જતો હોય ખેતરમાં સંતાઇ રહેતો હતો. જે અંગેની ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી આ દિપડાને પકડવા અઠવાડીયા પહેલા મારણ સાથે પાંજરું મુકવામાં આવતા ગતરાત્રીએ શિકાર કરવાની લાલચમાં દીપડી પાંજરામાં પુરાઇ ગઇ હતી.

સવારે વાલોડ ખાતે વનવિભાગની નર્સરી પર આ દીપડીને લાવવામાં આવી હતી. દિપડીનો કબજો લઇ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રાત્રે ગાઢ જંગલમાં છોડવાની કાર્યવાહી હાથ ધરાશે. તેવુ વન વિભાગનાં અધિકારીએ જણાવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *