માંડવીના તડકેશ્વર ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 44મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં મંડળીના વાર્ષિક હિસાબ મંત્રી રોમિલ આહિર અને પ્રમુખ ભરતભાઈ પટેલે રજૂ કર્યો હતો. જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો. આ મંડળી દર વર્ષે 6 કરોડનો વહીવટ ધરાવે છે અને કુલ સભાસદો 300 કરતા વધુ છે. તેમજ આ દૂધમંડળી પ્રમુખ-મંત્રી અને સભાસદો સહયોગથી મંડળીના વિકાસ માટે ખાતર અને જનરલ સ્ટોર અંગેની ચર્ચાઓ કરતાં તેને માન્ય રાખીને ધ્યાનમાં લેવામાં આવી હતી. આમ તડકેશ્વર દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખ ભરત એમ.પટેલ અને મંત્રી રોમીલ બી. આહીરના કુશળ અને પ્રામાણિક વહીવટના કારણે તેમની ફરી સત્તાનું સુકાન સોંપાયું હતું. જે સૌ સભાસદોએ તથા ગામના સરપંચ યુનુસ મહિડા, મંડળીના માજી પ્રમુખ બાલુ પટેલ તથા બળવંત પટેલ મોહંમદ અલી મંજરા, ભરત સુરતી અને ગ્રામજનોએ તેમની વરણી કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
