ગણદેવી તાલુકાના એંધલ ગામના આહિર વાસમાં રહેતા ૫૫ વર્ષીય જયંતીભાઈ મનુભાઈ આહીરે ધમડાછા ગામે આવેલી અંબિકા નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. અહીંના પુલ પાસેના નદીના પાણીમાંથી શુક્રવારે સવારે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના કાકાએ ગણદેવી પોલીસને જાણ કર્યા મુજબ મૃતક જયંતીભાઈ મનુભાઈ આહિર આહિરવાસ ખાતે રહે છે અને લગભગ આઠ વર્ષથી જીભમાં કેન્સર થયું હોવાથી ચાલતી હતી. કેન્સરની બીમારીથી તેઓ ખૂબ કંટાળી ગયા હતા. જેથી તારીખ 11- 6 -21ના રોજ રાત્રે ધમડાછા ગામે પહોંચી અહીંની અંબિકા નદીમાં કૂદી પડી આત્મહત્યા કરી લીધી છે. ગણદેવી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.
