શહેરના વરાછા વિસ્તારમાં રહેતી પરિણીતાને અમદાવાદમાં રહેતા ઇમ્પોર્ટ-એક્સપોર્ટના વેપારી સાથે ફેસબુક ઉપર મિત્રતા કેળવ્યા બાદ ડુમસમાં એક બંગલામાં દારૂની પાર્ટી કરી હતી. દરમિયાન પરિણીતાને ચિક્કાર દારૂ પીવડાવી બાદમાં બે મહિલા અને એક પુરુષ મિત્રની હાજરીમાં વેપારીએ બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ પરિણીતાએ ડુમસ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. શહેરના વરાછા વિસ્તારમાં રહેતી અને બ્યુટીપાર્લર ચલાવતી 38 વર્ષીય મહિલાએ અમદાવાદમાં રહેતા અને ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરતા મનોજ વસોયા, વેસુ ખાતે રહેતી પીન્ટુબેન વસોયા અને દિનાબેન તથા મોટા વરાછા ખાતે રહેતા સંજયભાઈ સેખડાની સામે દુષ્કર્મ અને અન્યોએ એ માટે સાથ આપ્યાની ફરિયાદ દાખલ કરાવી છે. જાન્યુઆરી-2019માં મનોજ અને પરિણીતાનો ફેસબુક ઉપર સંપર્ક થયો હતો. વર્ષ-૨૦૧૯માં ૨૫ જાન્યુઆરીના રોજ મનોજભાઇ વસોયાના ફેસબુક એકાઉન્ટ આઇડી પરથી પરિણીતાના ફેસબુક એકાઉન્ટ વીધી (નામ બદલ્યું છે) બ્યુટી પાર્લરમાં મેસેજ આવ્યો હતો. મનોજે પરિણીતાને તેના કૌટુંબિક મામાની ઓળખાણ આપી ફેસબુકમાં પરિણીતા સાથે મિત્રતા બાંધી હતી. જેના લીધે પરિણીતા તેમની સાથે અવારનવાર તેના મોબાઈલ ઉપર વાતચીત થતી હતી. મનોજ સુરત આવ્યો ત્યારે એક દિવસ પરિણીતાને તેની મિત્ર પીન્ટુબેન, સંજયભાઈ અને દિનાબેન સાથે મળી ડુમસ સુલતાનાબાદમાં સાગર વિલા બંગ્લોઝમાં મળવા બોલાવી હતી. જ્યાં મનોજની સાથે પીન્ટુબેન, સંજય અને દિનાબેન પણ હતી. પાર્ટીમાં તમામે દારૂ પીધા બાદ પરિણીતાને પણ ચિક્કાર દારૂ પીવડાવ્યો હતો. અને બાદમાં મનોજ, પીન્ટુ અને સંજય ત્રણેય અવારનવાર બીભત્સ ફોટા બતાવ્યા હતા. અને પરિણીતાની સાથે સમાજમાં બદનામ કરવાની ધમકી આપી મનોજે બળાત્કાર ગુજાર્યો હતો.
