વ્યારાના પેટ્રોલપંપ પરથી 94હજારની લૂંટ, સાપુતારાથી બે ઝડપાયા

એક કલાક પછી મેસેજ પાસ થતાં પોલીસે નાકાબંધી ગોઠવી ત્યાં સુધી આ લુંટારાઓ તાપી જિલ્લો ક્રોસ કરી ગયા હતા. આ લુંટારાઓ કુલ રૂ.૧,૦૦,૪૦૦ સહિતના મુદ્દામાલ તેમજ અગત્યના દસ્તાવેજોની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. બંને અજાણ્યા ઇસમની ઉંમર આશરે ૩૦થી ૪૦ વર્ષની હોવાનું મેનેજરે જણાવ્યું હતું. તેઓ હિન્દી બોલતા હતા. વ્યારાના શ્રીરામ એસ્સાર પેટ્રોલપંપ ઉપર મેનેજર તરીકે નોકરી અક્ષયકુમાર ગુલસીગભાઇ ચૌધરી (ઉં.વ.૨૯) (રહે.,બાજીપુરા, કુંભારવાડ, તા.વાલોડ, જિ.તાપી) પાસે તા.૨૧મી ઓગસ્ટે સવારના આશરે સવા નવ વાગેના અરસામાં બાજીપુરા તરફથી એક કાળા કલરની પલ્સર મોટરસાઇકલ ઉપર બે અજાણ્યા ઇસમો કાળા કલરના રેઇન કોટ ટોપી અને માસ્ક પહેરીને પેટ્રોલપંપ ઉપ૨ આવી પલ્સર મોટરસાઇકલમાં રૂ.૫૦૦નું પેટ્રોલ પુરાવવાનું છે અને ૧૫૦૦ રૂપિયા કેસ જોઇએ છે. એકાઉન્ટમાં પૈસા નંખાવે છે ત્યારે પૈસા આપવાનું કહેતાં આ બે અજાણ્યા ઇસમોને “એકાઉન્ટમાં પૈસા નાંખી દો, તમને મળી જશે’’ તેવું કહ્યું હતું. ત્યારે પલ્સર મોટરસાઇકલવાળો મોબાઇલ ફોન ઉપર કોઇ સાથે હિન્દીમાં વાત કરતો હતો તેણે તેની પલ્સર મોટરસાઇકલ સાઇડ ઉપર ઊભી કરી ત્યાં જ ઊભા રહ્યા ત્યાર પછી પેટ્રોલ પમ્પ પર કામ કરતા સુનીલ અને જિગ્નેશે તેનો હિસાબ કરવા ઓફિસની બાજુમાં રૂમમાં ગયા ત્યારે સાડા નવેક વાગેના અરસામાં પલ્સર મોટરસાઇકલ ઉપર આવેલા બંને અજાણ્યા ઇસમો ઓફિસમાં આવી તેના પેન્ટમાંથી એક પિસ્તોલ કે રિવોલ્વર જેવું નાનું હથિયાર કાઢ્યું અને તેની સાથેના અજાણ્યા ઇસમે છરો કાઢ્યો હતો.

મેનેજર અક્ષય ચૌધરીને હથિયારો બતાવી હીન્દીમાં ‘કેશ કિતની હૈ, નિકાલો’’ કહેતાં મેનેજરે પૈસા ન હોવાનું કહ્યું હતું. તેઓએ “ તુમ્હારા પર્સ નિકાલો, જીતને પૈસે હે દે દો “ તેવું કહેતાં તેમને મેનેજરે પર્સ આપી દીધું હતું. વિશાલનું પાકીટ અને ટેબલ ઉપર મૂકેલ વિશાલનો મોબાઇલ ઊંચકી આ લુંટારાઓએ બંને જણાને હાથ ઊંચા કરવા કહેતાં તેમણે હાથ ઊંચા કર્યા ત્યારે વિશાલના પેન્ટના ખિસ્સામાંથી રૂ.૫,૭૦૦, ટેબલના લોકરમાંથી રૂ.૮૮ હજાર જેટલા કાઢી લીધા હતા. ટેબલ ઉપર મૂકેલો વિશાલનો મોબાઇલ કિં.રૂ.૫૦૦૦ને પ્લાસ્ટિકની થેલીમાં મૂકી દીધો હતો. સુનીલભાઇના ખિસ્સામાંથી રૂ.૧૭૦૦ કાઢી ઓફિસનો દરવાજો બંધ કરી દીધો હતો. બંને લુંટારા ઇસમો પલ્સર મોટરસાઇકલ ઉપ૨ વ્યારા તરફ નાસી છૂટ્યા હતા. કાળા કલરની ૫લ્સર મોટરસાઇકલ ઉપર કાદવ હોવાથી નંબર દેખાયો ન હતો. આ લૂંટની જાણ આ મેનેજરે પોતાના શેઠ નિલેશભાઇને મોબાઇલ ફોનથી કરી હતી. મેનેજરના પાકીટમાં રોકડા રૂપિયા ન હતા. પણ ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટિંગ કાર્ડ હતું. વિશાલના પાકીટમાં ફક્ત આધાર કાર્ડ અને વોટિંગ કાર્ડ અને આર.સી. બુક હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *