જો કોંગ્રેસ સત્તામાં આવશે તો કલમ 370 નાબૂદ કરીશું : દિગ્વિજયસિંહ

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવાના વિવાદીત મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ ફરીથી એક વખત વિવાદમાં આવ્યા છે. આમ તો તેઓ ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉપર વારંવાર શાબ્દિક પ્રહારો કરતા જ રહે છે અને વારંવાર વિવાદમાં આવ્યા જ કરે છે પરંતુ આ વખતે મધ્યપ્રદેશના મહારાજા એક નવા વિવાદમાં સપડાયા છે. તેમની એક ઓડિયો ક્લિપ સામે આવી છે જેમાં તેઓ એવું કહેતાં સાંભળવા મળી રહ્યાં છે કે, જો કોંગ્રેસ સત્તામાં આવશે તો કલમ 370 નાબૂદ કરી નાંખવામાં આવશે. તેમના આ વિવાદીત નિવેદનના કારણે રાજકીય ગરમાટો આવી ગયો છે. તેમના નિવેદન પર ભારતીય જનતા પાર્ટીએ પણ પલટવાર કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું અને તેમાં તેમણે દિગ્ગીરાજા પર હુલમો કરતાં કહ્યું હતું કે, દિગ્વિજયસિંહ પાકિસ્તાનની હા માં હા મેળવી રહ્યાં છે. તેમના આ નિવેદન અંગે રાહુલ ગાંધી એ સોનિયા ગાંધીએ ખુલાસો કરવો જોઇએ. તેમણે એવું પણ કહ્યું હતું કે દિગ્વિજયસિંહ કાશ્મીરને થાળીમાં મૂકીને પાકિસ્તાને પીરસવા માંગે છે. કોંગ્રેસ શરૂઆતથી જ કાશ્મીરમાં શાંતિ ઇચ્છતી નથી. અત્રે ઉલ્લેખનીય છે ત્રણ વર્ષ પહેલા જમ્મુ અને કાશ્મીરમાંથી ભારતીય જનતા પાર્ટીએ બહુમતિના જોરે કલમ 370 નાબૂદ કરી નાંખી હતી અને લડાખને અલગ રાજ્ય જાહેર કરી દીધું હતું. કાશ્મીરમાંથી 370ની કલમ નાબૂદ કરવામાં કેન્દ્ર સરકારને નવનેજા પાણી ઉતર્યા હતા. કાશ્મીરના સંખ્યાબંધ નેતાઓને જેલમાં રાખવા પડ્યા હતા અને કલમ 370 નાબૂદ થતાંની સાથે જ જમ્મુ અને કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજજો પણ છીનવાઇ ગયો હતો. 370ની કલમના કારણે જમ્મુ અને કાશ્મીરમાં ભારતના કાયદાઓ લાગતા ન હતા એટલું જ નહીં જમ્મુ અને કાશ્મીરનો અલગ ધ્વજ પણ ત્રિરંગા સાથે લગાડવો પડતો હતો. હવે 370ની કલમ નાબૂદ થઇ જતાં સ્થાનિક વિધાનસભાની અનેક સત્તાઓ છીનવાઇ ગઇ છે. કલમ 370 નાબૂદ થતાં કોઇ પણ ભારતીય જમ્મુ અને કાશ્મીરમાં રહી પણ શકે છે એટલુ જ નહીં પરંતુ ત્યાં રહીને જો વેપારી કે ઉદ્યોગ નાંખવો હોય તો તેમ પણ કરી શકે છે આ પહેલા કલમ 370 હોવાના કારણે આવું થઇ શકતું ન હતું. હવે દિગ્વિજિયસિંહે જ્યારે આ વિવાદીત નિવેદન આપ્યું છે ત્યારે તેના કારણે કોંગ્રેસને મોટુ નુકસાન પહોંચી શકે તેમ છે તેમના આ નિવેદન પછી કોંગ્રેસ તરફથી કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી પરંતુ કોંગ્રેસ આ દિગ્વિજયસિંહનું અંગત નિવેદન હોવાનું કહીને છટકી શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *