સોનગઢ(SONGHAD)ના બંધારપાડા-સરૈયા રોડ પર ધમોડી ગામે ગુરુવારે બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં મોપેડ પર જઈ રહેલ મહિલાને આંતરી મોટરસાઇકલ પર એક જ મોટરસાઇકલ પર આવેલા ત્રણ લુંટારાઓએ મહિલાની આંખોમાં મરચાની ભૂકી નાંખી રૂપિયા એક લાખથી વધુની રકમ લૂંટી ભાગી છૂટ્યા હતા.ખાનગી બેંકમાં કામ કરતી મહિલા કર્મચારી ગ્રાહકો પાસેથી રૂપિયા એકત્રિત કરી બંધારપાડા-સરૈયા રોડ થઇ પોતાની મોપેડ પર ધમોડી ગામ થઈ જઈ રહી હતી. ત્યારે બપોરે ૩:૩૦ વાગ્યાના અરસામાં મોટરસાઇકલ પર આવેલ ટ્રીપલ સવારી બુકાનીધારીઓએ મહિલાને રસ્તામાં આંતરી તેની આંખોમાં મરચાંની ભૂકી નાંખી તેના કલેક્શનના રોકડા રૂ.૧ લાખ જેટલી રકમ, મોબાઈલ ફોન વગેરે લૂંટી(LOOT) ત્રણે લુંટારા ભાગી છૂટ્યા હતા. આ ઘટના મોડી રાત સુધી પોલીસ ચોપડે નોંધાઈ ન હોવાની પોલીસે કેસેટ વગાડી હતી.
