વાપી શહેર કોંગ્રેસ સમિતિ અને વાપી તાલુકા સમિતિ દ્વારા વાપી સ્થિત માધવ હોટેલમાં કોરોબારીની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કારોબારી મિટીંગમાં આવનારી વાપી નગર પાલિકાની સામાન્ય ચૂંટણીને લઇને રણનીતિ નક્કી કરવામાં આવી હતી. વાપી શહેર કોંગ્રેસ સમિતિના સંગઠનને મજબૂત કરી આવનારી વાપી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પાલિકામાં કબ્જો જમાવે તેના ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ કારોબારીની મીટિંગમાં તમામ કોંગ્રેસનાં કાર્યકર્તાઓમાં સારો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કારોબારીની બેઠકમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ, વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ નિમેશભાઈ વશી, વાપી નગરપાલિકાના વિરોધપક્ષ નેતા ખંડુભાઈ પટેલ, વાપી નગરપાલિકાનાં સભ્ય પીરૂભાઈ મકરાણી, વાપી તાલુકા કોંગ્રેસ પ્રમુખ રમેશ પટેલ, ભીલાડવાળI બેંકના સભ્ય હેમંત દેસાઈ, વાપી શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ વરુણ સિંગ ઠાકુર, વલસાડ જિલ્લા માજી સભ્ય ભાવિક પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી આશાબેન દુબે, વાપી શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ વનીતાબેન રાણા, વલસાડ જિલ્લા માઇનોરીટી પ્રમુખ ખાલિદ ગોદાલ, અજય શાહ, અલકેશ દેસાઈ, ઉમાભાઈ યાદવ, ફરહાન ભાઈ બોગા, સાદભાઈ બોગા વગેરે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
