રજવાડા સમયથી ચાલતી વર્ષો જૂની વાંસદાની કુમારશાળાની નળીયવાળી છતમાંથી પાણી ટપકતા શાળામાં અનેક અગવડો ઊભી થતા શાળાના મુખ્ય શિક્ષકે વાંસદા તાલુકા પંચાયતમાં શાળાના જુના મકાનના ઓરડાનું રિપેરિંગ હાથ ધરવા લેખિત રજૂઆત કરી હતી. વાંસદા તાલુકાના ગાંધીમેદાન પાસે આવેલી રજવાડા સમયથી ચાલતી કુમાર શાળાની છત હજુ પણ નળીયાવાળી હોવાથી ચોમાસામાં પાણી ટપકતા ઓરડામાં ભેજના કારણે પંખા, વાયરીંગને નુકશાન તેમજ કરંટ લાગવાની ભીતિ સર્જાય રહી છે. વર્ષો જુની આ કુમાર શાળાના વર્ગખંડોની સ્થિતિમાં કોઇ જ સુધારો થતો નથી. જેમાં ઓફિસ રૂમની સાથે બે હોલવાળું રજવાડા સમયનું મકાન અને હોલની બંને બાજુ ત્રણ રૂમો મળી છ વર્ગખંડોની નળિયાવાળી છત ખુબ જ જૂની હોવાથી વારંવાર તૂટી જતા તેમાંથી પાણી ટપકે છે. આ તુટેલા તેમજ જુના નળિયા સાથે નવા નળિયા ફીટ કરતા પણ ગ્રીપમાં બેસતા નથી, જેથી પાણી ટપકવાની સમસ્યાનો હલ થતો નથી. તેમજ ઓરડામાં અનેક ઠેકાણે પાણી ટપકતું હોવાથી શૈક્ષણિક કાર્યમાં પણ વિઘ્નો આવતા હોય છે. આ નળીયાવાડી છત ઉપર ગેલ્વેનાઈઝ કોટેડ પતરા નાખવામાં આવે તો પાણી ટપકવાની સમસ્યા હલ થાય તેમજ મકાન પણ સુરક્ષિત રહે અને ઉપયોગમાં લઈ શકાય તેમ છે. આ બાબતે કુમાર શાળાના મુખ્ય શિક્ષકે તાલુકા પંચાયત ખાતે લેખિતમાં રજૂઆત કરી છે.
Related Articles
બીલીમોરા વઘઇ નેરોગેજ ટ્રેનની ટ્રાયલ શરૂ
બીલીમોરાથી વઘઇને જોડતી ઐતિહાસિક નેરોગેજ ટ્રેનની આજે બીજા દિવસે બોગી (ડબ્બાઓ) સાથેની ટ્રાયલ શરૂ થતા ડાંગ પંથકમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે. ડાંગ જિલ્લામાં અંગ્રેજોનાં સમયમાં ઇમારતી લાકડા સહીત અન્ય વસ્તુઓ બીલીમોરા સુધી લઈ જવા માટે માલવાહક નેરોગેજ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. અગાઉ ખનીજ કોલસા પર સંચાલિત આ બીલીમોરા વઘઇ નેરોગેજ ટ્રેન આદિવાસી […]
ચીખલી તાલુકામાં ચાર ઇંચ વરસાદ વરસતા ડાંગર પકવતાં ખેડૂતોને રાહત
ચીખલી(CHIKHLI) પંથકમાં લાંબા સમય બાદ નોંધપાત્ર ૩.૬૪ ઇંચ જેટલો વરસાદ વરસતા ચોમાસાની જમાવટ થઇ હતી સાથે ખેતીપાકોને પણ મોટી રાહત થઇ છે. ચીખલી સાથે ઉપરવાસમાં પણ સારા વરસાદથી લોકમાતાઓમાં પણ પાણીના સ્તર વધ્યા હતા. તાલુકામાં લાંબા સમયથી વરસાદ મન મૂકીને ન વરસતા ધરતીપુત્રો(FARMER)ની ચિંતા વધવા પામી હતી. છૂટા – છવાયા વરસાદી ઝાપટાને બાદ કરતા નોંધપાત્ર […]
વડોદરા રાવપુરાના સારંગ પાણીવાડાના ધવલ ઝલકેનું સુંદર આયોજન
વડોદરાના રાવપુરા ખાતે આવેલા સારંગ પાણી વાડા ખાતે રહેતાં ધવલ ઝલકેએ ઘરમાં જ સુંદર ગુફા બનાવી છે અને ગણપતિનું અદભૂત આયોજન કર્યું છે.(ખાસનોંધ અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધા 23 સપ્ટેમ્બર સુધી ચાલશે. હજી પણ એન્ટ્રી લેવાનું ચાલું છે. જો તમારે સ્પર્ધામાં ભાગ લેવો હોય તો નામ, સરનામું, ગણપતિનો ફોટો અને થીમ 93132 26223 […]