ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી ગામે આદિવાસી સમાજની માવલી માતાનું પૂજન સમાજની રીતી રિવાજ પ્રમાણે કરવામાં આવ્યું હતું. આદિવાસી પ્રજામાં અનાજ, ધાન્યની કાપણી પહેલા કે પછી માવલી માતાની પૂજા અને નાચગાન કરવામાં આવે છે. માવલી માતાની પૂજા ગામના ભુવાઓ કે જેમને અહીંના સ્થાનિકો ભગત દ્વારા કરવામાં આવે છે.આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના અગ્રણીઓ ડૉ.નીરવ પટેલ ચીંતુબા (છાંયડો) હોસ્પિટલ ખેરગામ, મહારૂઢિગ્રામ સભા અધ્યક્ષ રમેશ યોગેશ, ધરમપુર આદિવાસી એકતા પરિસદ પ્રમુખ કમલેશ, તુંબી અને ધરમપુરના યુવાનો વાડથી રૂઢિ ગ્રામસભા પ્રમુખ ઉમેશ, જીજ્ઞેશ,હિરેન પીઠા, રાકેશ ઘેજ, જયેશ ખેરગામ,ખટાણા સરપંચ પ્રદીપ, કરંજવેરી સરપંચ બાળુ,ખાનપુના પરિમલ, અશોક, ભેંસદરાના કિરણભાઈ, નાની ઢોલ ડુંગરીના ઉપેન્દ્ર, રાજપુરી તલાટ સહિત આજુબાજુના ગામોથી ભાઈઓ,બહેનો અને માતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
