વલસાડ તાલુકાનાં ડુંગરી ગામમાં સતત ચાર દિવસ સુધી આદિવાસી સમાજના લોકોને કોરોના સામે રક્ષણ આપતી કોવિડ-૧૯ વેક્સિન મુકાવવા સામાજિક કાર્યકરોએ અભિયાન ઉઠાવ્યું હતું. આદિવાસીઓમાં રહેલી વેક્સિન બાબતની ગેરસમજ દૂર કરી વેક્સિન મુકાવવા તૈયાર કર્યા હતા. ડુંગરી શ્રીરામજી મંદિર હોલ તેમજ પૂર્વ વિભાગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબક્કા વાર સતત ચાર દિવસ સુધી વેક્સિન કેમ્પ યોજાયા હતા. જેમાં ઓનલાઈન સહિત કુલ ૯૦૦ જેટલા લોકોએ રસીકરણ કરાવ્યું હતું. આ વેક્સિન સેવાયજ્ઞ અભિયાનમાં ડુંગરીના કાર્યકર અસીત દેસાઈ, માજી સરપંચ મહેશ પટેલ, માજી સરપંચ પંકજ ઉર્ફે લાલાભાઈ પટેલ, ગ્રામ પંચાયત સભ્ય સોનલ પટેલ, અગ્રણી ઉમેશ પટેલ સહીત અન્ય અગ્રણીઓએ સેવા આપી હતી. આ કેમ્પમાં સૌથી વધુ આદિવાસી સમાજના લોકોએ રસી મુકાવી હતી.
![](https://agneepathnews.in/wp-content/uploads/2021/07/DSC_4075-1210x642.jpg)