વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કરજુન ગામના સરપંચ ભરત રાઉતને રોડ કોન્ટ્રાકટર પાસેથી રૂ 48000 ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો. જેને આજે ગુજરાત પચાયત અધિનિયમ હેઠળ જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચપદેથી ફરજ મોકૂફ કરતો હુકમ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કરજુન ગામમાં કોન્ટ્રાકટરે રોડનું કામ પૂર્ણ કર્યું હતું, પરંતુ સરપંચ ભરત ધાકલ રાઉત રોડના કામના બિલના ચેકમાં તેમની સહી બાકી હોવાથી ચેકમાં સહી કરી આપવા માટે કોન્ટ્રાક્ટર પાસેથી પહેલા રૂપિયા 70000 ની માંગણી કરી હતી. જોકે ત્યારબાદ ભારે રકઝકના અંતે રૂપિયા 48000 આપવાનું નક્કી થયું હતું. જે અંગે કોન્ટ્રાકટરે વલસાડ ડાંગ એ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર ડી. એમ.વસાવા અને એસીબી પોલીસ મથક વ્યારાનો સંપર્ક કરી ફરિયાદ કરતા એસીબી પોલીસે આ અંગે છટકુ ગોઠવતા કરજુન ગામનો સરપંચ ભરત ધાકલ કપરાડા નાસિક રોડ પર રેન બસેરા હોટેલની સામે રૂપિયા 48000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો. જે અંગે એ.સી.બી પોલીસે તેમને ડિટેન કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. સરપંચ ભરત રાઉત ૪૮ હજારની લાંચ લેતા ઝડપાઈ જતા તેઓને જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરુવાની દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૯ હેઠળ નોટિસ આપવામાં આવી હતી. જે અન્વયે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરજુનના સરપંચને આજરોજ પોતાના હોદ્દા પરથી મોકુફ કરવામાં આવ્યા છે.
Related Articles
પારડી ચિવલ રોડ પર ચોરીને અંજામ અપાયો
પારડી ચિવલ રોડ પર ભાસ્કર ધૃતી અંગ્રેજી માધ્યમ સ્કૂલ સામે તળાવની પાળ ઉપર આવેલા ભંગારના ગોડાઉન અને બંધ મકાનમાં તસ્કરો ચોરી કરી ગયા હતા. જો કે ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. પારડી(PARDI)ના તળાવની પાળ પાસે એક બંધ મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી તસ્કરોએ સરસામાન વેરવિખેર કરી તિજોરીમાં મૂકેલી સોનાની કાનની બુટ્ટી, મંગળસૂત્ર, […]
પારડી દમણીઝાંપાનો સર્વિસ રોડ બંધ કરાતાં સ્થાનિકોમાં રોષ
પારડી દમણીઝાંપા હાઈવે સ્થિત સર્વિસ રોડ પાસે પરીયા રોડ પર છેલ્લા કેટલાક સમય થી એક વાહન સર્વિસ સ્ટેશનના કેમ્પસમાં મોબાઈલ ટાવરનું ગેરકાયદે બાંધકામ ચાલી રહ્યું હતું. જેની સામે સ્થાનિક લોકોમાં રોષ ઉઠી રહ્યો છે. અહીં એક મોબાઈલ કંપનીના ટાવરનું બાંધકામ હાથ ધરાયું હતું. જે હાઇવે સર્વિસ રોડના માર્જિનમાં આવી શકે તેવી લોકોમાં બૂમ ઉઠી છે. […]
વલસાડના મકાનમાં એક સાથે 15 બ્હ્મકમળ ખીલ્યાં
વલસાડમાં ગણેશ ચતુર્થીના દિવસે એક ઘરમાં એક સાથે 15 જેટલા બ્રહ્મકમળ ખીલેલાં જોવા મળ્યા છે. વલસાડના શ્રોફ ચાલના નાકે આવેલા પુષ્પક એપાર્ટમેન્ટના ફ્લેટ નં.101 માં રહેતા નિવૃત શિક્ષક અમૃતભાઈ રોણવેલિયા તથા શિક્ષિકા કુમુદબેન રોણવેલિયાના ઘરની બાલ્કનીમાં કુંડામાં ઉગાડવામાં આવેલા બ્રહ્મકમળનાં છોડ ઉપર એક સાથે 15 જેટલા ફૂલો ખીલવા પામ્યા હતા. જે ફૂલોના દર્શન અને તેને […]