વલસાડના પારડીમાં ડ્રેનેજનું કામ અંતે શરૂ

વલસાડ નગરપાલિકાના વોર્ડ નં. 2 અને 5માં ચારેબાજુ ફેલાતા ગંદા પાણીના ગંભીર પ્રશ્ન અંગે આ વિસ્તારના આગેવાન રાજુભાઇ મરચા, સભ્ય ઉર્વશીબેન તથા નાગરીકોએ પાલિકામાં મોરચો લઇ જઇ જેલ ભરો આંદોલનનું એલાન કર્યુ હતું. જે અંગે વિપક્ષ નેતા ગિરીશ દેસાઇ, ઝાકીર પઠાણે સતત બે દિવસ ચીફ ઓફીસર, એન્જિનિયર તથા હોદોદારો સાથે વિગતે ચર્ચા કરી ગંદા પાણીને સીધુ પીડબ્લ્યુડીનો રસ્તો અંડર ગ્રાઉન્ડ ક્રોસ કરી રેલ્વે ગટર તરફ લઇ જવાનું તથા એસટીપી પ્લાન સુધી જીયુડીસીની લાઇન નાંખવાનું સુચન કરી તે મુજબ કામગીરી શરૂ કરવાની અધિકારીએ ખાત્રી આપતા અને કામ શરૂ કરાવાયું હતું.

આજરોજ વિપક્ષ નેતા ગિરીશ દેસાઇ, ઝાકીર પઠાણ, વિજય પટેલ, સંજય ચૌહાણ વિગેરે સ્થળ ઉપર જઇ માજી પ્રમુખ રાજુ મરચાં, આગેવાનોને સમજ આપી અને કામગીરી શરૂ કરાવતા હાલમાં આંદોલન સ્થગિત કરાવ્યું હતું. સાથે ચેતવણી આપી હતી, જો સમયસર કામગીરી પૂર્ણ નહીં થશે તો પાલિકાને તાળાબંધી કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *