ગણદેવીમાંથી બાઇક ચોર ઝડપાયો

ગણદેવીમાં યુવાન નમાજ પઢવા જતા કોઇ અજાણ્યો ચોર બાઇક ચોરી કરી નાસી ગયાનો બનાવ ગણદેવી પોલીસ મથકે નોંધાયો છે. જ્યારે પોલીસે બાઇક ચોરીના આરોપીને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, ગણદેવી તાલુકાના જમાદારવાડ મસ્જીદની ખોલીમાં યાસીન યુસુફ શેખ (ઉ. વ. ૩૬) તેમના પરિવાર સાથે રહે છે. ગત 15મીએ યાસીને તેની પેશન બાઇક (નં. જીજે-21-એલ-6767) ઘર પાસે પાર્ક કરી હતી. અને તે બપોરે નમાજ પઢવા માટે ઘર બંધ કરી મસ્જીદે ગયા હતા. જ્યાંથી નમાજ પઢી પરત ઘરે આવ્યા હતા. ત્યારે તેમણે ઘર પાસે પાર્ક કરેલી બાઇક ન હતી. જેથી યાસીને આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી હતી. દરમિયાન બાજુમાં રહેતા સહીદાબેન મજીદભાઇ તાઇએ જણાવ્યુ હતુ કે બપોરે અઢી વાગ્યે કપડા સુકવવા બહાર આવ્યા ત્યારે બાઇક બહાર હતી. ત્યારબાદ બાઇક કોણ લઇ ગયુ તેની ખબર નથી. જેથી યાસીને ગણદેવી વિસ્તારમાં તપાસ કરી હતી. પરંતુ બાઇક મળી ન હતી. આ બાબતે યાસીને ગણદેવી પોલીસ મથકે અજાણ્યા ચોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પીઍસઆઇ પી.એચ. કછવાહાએ હાથ ધરી છે. જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરતા બાતમીના આધારે બાઇક ચોરીનો આરોપી અને ગણદેવીના પઠાણવાડમાં રહેતા ફકીર નઝીરભાઇ મુઝાવરને ચોરીની બાઇક સાથે ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *