વલસાડ રેલવે ગરનાળામાં પાણી ભરાતાં લોકો ત્રાહિમામ

વલસાડના રેલવે ગરનાળામાં પાણી ભરાઈ રહેતા લીલાપોર વેજલપોર ગુંદલાવ ચોકડી રસ્તો બંધ થતાં સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વલસાડ તાલુકાના લીલાપોર વેજલપુર થઈને ગુંદલાવ ચોકડી સુધી જીઆઇડીસી કે બીજે જનારા અનેક લોકો આ ટૂંકા માર્ગનો ઉપયોગ કરે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ માર્ગમાં 333 નંબરનો રેલવે અંડરપાસ આવેલો છે. જેમાં ભરપૂર વરસાદી પાણી ભરાઇ રહે છે અને કાદવ કીચડ થાય છે. જેથી છેલ્લા બે માસથી રાહદારીઓ ચાલતા પણ જઇ શકતા નથી, એમણે આજુબાજુમાંથી ચઢાણ ચઢી જોખમી રેલવે પાટાઓ ઓળંગી સામેની બાજુ ઉતરવું પડે છે. જેમાં વાહનનો ઉપયોગ પાણી ભરાવાના લીધે થઈ શકતો નથી. પરિણામે વાહનચાલકો છીપવાડ થઈને અને ત્યાં પણ પાણી ભરાયા હોય તો કુંડી ફાટક થઈને દસેક કિલોમીટરના ચકરાવે જવું પડે છે. આ રેલવે ગરનાળામાં છેલ્લા દસેક વર્ષથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા છે. જે માટે ધારાસભ્ય અને સાંસદ સહિત વલસાડ નગરપાલિકા માર્ગ-મકાન વિભાગ દરેકને રજૂઆતો થયેલી છે. પણ આ ગંભીર લોક સમસ્યા ઉકેલવા માટે કોઈએ તત્પરતા દાખવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *