આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર મૂળ રાજસ્થાનના અજમેર જિલ્લાના વાડિયા ગામના રહેવાસી હાલ મહુવા વીજ કપંનીની ઓફિસમાં કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર કામ કરે છે. દરમિયાન મહુવાના બુટવાડા ગામે તેઓ વાયર ખેંચવાની કામગીરી કરવા માટે ગયા હતા. ત્યાં તેમને અચાનક જ કરંટ લાગતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જો કે, ત્યાં હાજર લોકોએ તાત્કાલિક તેમને હોસ્પિટલમાં ખસેડ્યા હતા પરંતુ ત્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
