જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં એક આતંકવાદીને ઠાર થયો હતો અને ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા. એમ અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું. શંકાસ્પદ હિલચાલ જોયા બાદ શનિવારે સેનાએ ઉત્તર કાશ્મીરના ઉરી સેક્ટરમાં એલઓસી પર ઘુસણખોરી વિરોધી કાર્યવાહી શરૂ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઉરીમાં એલઓસીની બીજી તરફથી ઘૂસણખોરો સાથેના ગોળીબારમાં એક ઘૂસણખોરને ઠાર થયો હતો. જ્યારે, ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા. તેમણે જણાવ્યું કે, સેનાના સૈનિકો દ્વારા ઘૂસણખોરોને પડકારવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચેગોળીબાર શરૂ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં એલઓસીની આ બાજુએ ઘૂસણખોરી નિષ્ફળ કરવાના અભિયાન હેઠળ બંને પક્ષો વચ્ચે થયેલા ગોળીબારમાં ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા.
