દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 31382 કેસો સાથે કૂલ કેસોની સંખ્યા વધીને 3,35,94,803 થઈ છે જ્યારે સક્રિય કેસોની સંખ્યા 188 દિવસોમાં સૌથી ઓછી 3,00,162 થઈ છે એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સવારના 8ના અપડેટમાં જણાવાયું હતું. વધુ 318નાં મોત સાથે કુલ મોત 4,46,368 થયા છે. ગુરુવારે 15,65,696 ટેસ્ટ્સ કરાયા હતા અને આ સાથે કૂલ ટેસ્ટ્સની સંખ્યા 55,99,32,709 થઈ છે. દૈનિક પૉઝિટિવિટી રેટ 2 ટકા છે જે છેલ્લા 25 દિવસોથી 3 ટકાની નીચે છે. સાપ્તાહિક પૉઝિટિવિટી રેટ 2.07% છે અને છેલ્લા 91 દિવસોથી ત્રણ ટકાની નીચે છે.
