બીલીમોરા અર્બન હેલ્થ સેન્ટરનાં ડો.રાજેન્દ્ર ગઢવી, ડો. નિરાલી નાયક અને ગણદેવી આરોગ્ય વિભાગના સુપરવાઈઝર પ્રકાશ પટેલની દેખરેખ હેઠળ રેલવે સ્ટેશન અને એસટી ડેપો ઉપર મહારાષ્ટ્ર તરફથી આવતા મુસાફરોનું સ્ક્રિનિંગ હાથ ધરાયું હતું. આરોગ્યની ટીમે અનેક મુસાફરોનું થર્મલ ગન વડે ટેમ્પરેચર ચકાસણી, માસ્ક અવરનેશ અને સેનિટાઈઝેશન કરાયું હતું. દિવસભરની ડ્રાઈવ બાદ પણ કોઈ શંકાસ્પદ કેસ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. સાવચેતી અને તકેદારીનાં ભાગ રૂપે રોજે રોજ સ્કીનિંગ પ્રક્રિયા હાથ ધરાશે. જેથી કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય.
