બીલીમોરાથી ગણદેવી જતાં વેગણીયા નદી ઉપર બનેલા વેગણિયા પુલ પાણીમાં ગરકાવ થયો હતો. જેથી કાત્રક વિલા વિસ્તારના 250 પરિવારો પ્રભાવિત થયા હતા. તો ત્યાં નેરોગેજ રેલવે પુલ નીચે પાણી ફરી વળ્યા હતા. ગણદેવીથી દેસાડ જતા માર્ગ ઉપર પાણી ફરી વળતા હાલાકી વધી હતી. બીલીમોરા રેલવે અન્ડર ગ્રાઉન્ડમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ફરી વળતા પૂર્વ-પશ્ચિમનો વ્યવહાર પ્રભાવિત થયો હતો. એક માત્ર રેલવે ક્રોસિંગ 108 ઉપર વાહનોની લાંબી લાઈનો લાગતા અરાજકતા ફેલાઈ હતી.
