અનાથાશ્રમના બાળકોને હવાઇ સફર કરાવતા સુરતના હીરા ઉદ્યોગપતિ

ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓના શાનદાર દેખાવને બિરદાવવા માટે સુરતની સ્થાનિક એરલાઇન્સ કંપનીઓના માલિકોએ કતારગામ અનાથ આશ્રમમાં રહેતા અને શિક્ષણ તથા રમત-ગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર આઠ બાળકોને પસંદ કરી પોતાના નવા નવ સિટર એરક્રાફટમાં સુરત દર્શનની ટુર કરાવી હતી. સુરતના આકાશમાં વીસ મિનિટ સુધી બાળકોને ફેરવી જીવનની પ્રથમ હવાઇ યાત્રાનો સુખદ અનુભવ કરાવ્યો હતો. સુરતના બે હીરા ઉદ્યોગકાર અને એક બિલ્ડરની કંપની દ્વારા આ એરલાઇન્સ કંપની બનાવવામાં આવી છે. સુરતના સૌથી જૂના એવા અનાથાશ્રમના બાળકોને જ્યારે ખબર પડી કે ઓલમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓના કારણે તેમને આ હવાઇ યાત્રા કરવાની તક મળી છે. ત્યારે તેઓ પણ આનંદિત થઈ ગયા હતા.એરલાઈન્સ કંપનીના CEO મનુભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું કે, સુરતના લોકો 30થી 45 મિનિટમાં સૌરાષ્ટ્ર પહોંચી રહે આ માટે સુરતના ત્રણ ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, સવજી ધોળકિયા અને લવજી બાદશાહ દ્વારા વેન્ચુરા એરકનેકટની શરૂઆત કરવામાં આવી હતી છેલ્લા 7 વર્ષથી સુરતમાં પોતીકી એકમાત્ર એરલાઇન્સ કાર્ય કરી રહી છે.

પેરા ઓલિમ્પિક અને પહેલા ઓલિમ્પિકમાં ખેલાડીઓના શાનદાર પ્રદર્શનથી આ ત્રણેય ઉદ્યોગપતિ આટલી હદે પ્રભાવિત થયા કે તેની ઉજવણી કરવા માટે તેઓએ અનાથ આશ્રમમાં ભણતા બાળકોને હવાઈ યાત્રા કરાવવાનો નિર્ણય કર્યો હતો. કતારગામ અનાથ આશ્રમ ખાતે રહેતા આવા વિદ્યાર્થીઓ કે જે શિક્ષણ અને રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા હોય છે, તેવા બાળકોને હવાઈ યાત્રા કરાવી છે. આ એવા બાળકો છે કે જેઓએ જીંદગીમાં ક્યારે એરપોર્ટ જોયું નથી અને વિમાનમાં બેઠા નથી એવા બાળકોને 20 મિનિટ સુધી હવાઈ યાત્રાની તક મળતા તેઓ ખુશખુશાલ થયા હતા. સુરતના ત્રણ ઉદ્યોગપતિઓ એવા હીરા ઉદ્યોગકાર ગોવિંદ ધોળકિયા અને સવજી ધોળકિયા તથા બિલ્ડર લવજી બાદશાહ દ્વારા આ એરલાઇન્સ કંપની સ્થાપવામાં આવી છે. લવજી બાદશાહ દ્વારા દીકરીઓ માટે કરવામાં આવતી યોજનાની સરાહના વડાપ્રધાન મોદી અને રાજ્ય સરકારે પણ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *