ધરમપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના ન્યાયયાત્રા અંતર્ગત કરોના કાળમાં મુત્યુ પામેલા પરિવારોના ઘરની મુલાકાત લેતાં પહેલા દિવસે આશરે 15 જેટલા ઞામના પરિવારજનોને સહાય માટે કુલ 40 જેટલા ફોમૅ ભરાયા હતાં. ધરમપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ પટેલની આઞેવાનીમાં તથા વલસાડ જિલ્લાના માજી સાંસદ કિસન પટેલની ઉપસ્થિતિમાં ધરમપુર તાલુકાના કાંગવી, શેરીમાળ, બરુમાળ, કરંજવેરી, ભેસંધરા, માકંડબન, ફુલવાડી સહિત 15 જેટલાં ઞામની મુલાકાત લઈ જયાં કોરોના કાળમાં મુત્યુ પામેલા પરિવારજનોને મળ્યા બાદ દરેક પરિવારજનોને સહાય માટે કોંગ્રેસ દ્વારા ફોમૅનું વિતરણ કરાયું હતું.
