અફઘાનિસ્તાનમાં ઉગ્રવાદી સંગઠન તાલિબાનોના બળજબરી પૂર્વક કરાયેલા શાસન બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જે બાદ ગણદેવી તાલુકાનાં નાંદરખા ગામના આધેડ હેમખેમ વતન પરત ફરતા પરીવારે રાહત અનુભવી હતી. બીલીમોરા નજીકનાં નાંદરખા ગામનાં ઉટડી ફળીયામાં રહેતા મનુભાઈ છગનભાઇ પટેલ (ઉ.51) વર્ષ 2013થી અફઘાનિસ્તાનમાં અમેરિકન દુતાવાસનાં જનરલ મેન્ટેનન્સ વિભાગમાં ફરજ બજાવે છે. દરમિયાન બે સપ્તાહ અગાઉ ઉગ્રવાદી સંગઠન તાલિબાને ફરી એકવાર અફઘાનિસ્તાન ઉપર સત્તા હાંસિલ કરી દીધી હતી. દરમિયાન અફઘાનિસ્તાન રાષ્ટ્રપતિ પણ દેશ છોડી ગયા હતા. જેને કારણે ભય, ડર સાથે અજંપાભરી સ્થિત સર્જાતા અનેક લોકો અફઘાનિસ્તાન છોડવા મજબૂર બન્યા હતા. દરમિયાન અફઘાનિસ્તાન સ્થિત અમેરિકન એમ્બેસીમાં ફરજ બજાવનારાઓને અમેરિકન મિલિટરીએ 14 ઓગસ્ટની રાત્રે પાડોશી દોહામાં યુકે કાર્ગો વિમાનમાં એર લિફ્ટ કર્યા હતા. જે બાદ દોહાથી વિસ્તારા એર લાઇન્સમાં તેઓ તા.22’મી ઓગસ્ટનાં રોજ વહેલી સવારે દિલ્હી એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાં કોરોનાનો ટેસ્ટ કરાયો હતો. જેના રિપોર્ટ બાદ સોમવારે પોતાના વતન નાંદરખા ગામે આવી પહોંચ્યા હતા. મનુભાઈ પટેલ હેમખમ ઘરે આવતાં પત્ની કલાવતીબેન પટેલ, પુત્રી પ્રિયાંસી, યશવી અને પુત્ર શિવ તેમજ પરિજનોને રાહત થઈ છે. મનુભાઈએ જણાવ્યું હતું કે અમે તો અમેરિકન મિલિટરીનાં બંદોબસ્ત હેઠળ સલામત હતા. તે સમયે વતન પરત ફરનારાઓમાં હું એકમાત્ર ગુજરાતી હતો.
Related Articles
ગણદેવી રેલવે અંડર પાસમાં બસ ફસાઇ
બીલીમોરા સહિત તાલુકાને વરસાદ ઘમરોડી રહ્યો છે. સોમવાર સાંજે 6 કલાકે વિતેલા 24 કલાકમાં તાલુકામાં 75 મીમી (3 ઇંચ) વરસાદ પડ્યો હતો. રાત્રે 10 થી 12 વચ્ચે 60 મીમી વરસાદી આભ ફાટતા ગણેશ મંડપમાં ધમાચકડી મચી હતી. ગણદેવી પનિહારી નદી નજીક રેલવે અંડર પાસમાં સુરત-બીલીમોરા બસ ફસાતા ટોઇંગ કરી બહાર કઢાતા મુસાફરોનાં જીવમાં જીવ આવ્યો […]
સાપુતારાની સાંદિપની શાળાના બે વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ
સાપુતારાની સાંદિપની શાળાનાં બે વિદ્યાર્થોઓનાં કોરોનાનાં પોઝિટિવ આવતા તંત્રએ એલર્ટ થઇ કલેકટર ભાવિન પંડ્યા શાળાની મુલાકાતે પહોચી ટેસ્ટિંગ અને વેક્સિન માટે સૂચના આપી હતી. સાપુતારાની સાંદિપની શાળાનાં બે વિદ્યાર્થીઓના કોરોના એન્ટિજન ટેસ્ટ પોઝિટિવ આવતા બંને વિદ્યાર્થીઓને આઈસોલેશનમાં રાખવા સાથે, શાળાના અન્ય બાળકોના ટેસ્ટ સહિત તમામ શિક્ષકો, કર્મચારીઓ, તેમના પરિવારજનોના પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. […]
બીલીમોરાના રેલવે ગરનાળામાં વ્યાપક ગંદકી
બે દિવસથી વરસાદે વિરામ લીધો હોવા છતાં પણ બીલીમોરા રેલવે અન્ડર ગ્રાઉન્ડમાંથી પાણીનો નિકાલ થયો નથી, જેને લીધે નાના મોટા વાહનોને મેલા પાણીમાંથી મજબૂરીમાં પસાર થવું પડે છે. ગટરનું ગંદુ પાણી દુર્ગંધ મારતું હોવાથી ભારોભાર યાતનાઓ પડી રહી છે. જોકે છેક ધકવાડાથી આવતી આ મેલા પાણીની કાસ રેલવે અંડરગ્રાઉન્ડ થઈ સ્ટેશન ખાડા માર્કેટને લાગીને વાઘરેચ […]