નવસારી જિલ્લામાં 1682 સર્ગભાઓનું વેક્સિનેશન

કોરોના(CORONA)વાયરસ સામે લડવા કોવિડ-19 રસીકરણ જ શ્રેષ્ઠ‍ ઉપાય છે. ત્યારે રાજ્ય સરકાર તરફથી મળેલી માર્ગદર્શિકા મુજબ સર્ગભા સ્ત્રીઓને રસીકરણ ઝુંબેશમાં આવરી લેવામાં આવતા આજદિન સુધી ઇ-મમતામાં નોંધાયેલી કુલ 6386 સર્ગભા સ્ત્રીઓ પૈકી 1682 સર્ગભા સ્ત્રીઓને કોવિડ રસીકરણથી આવરી લેવામા આવી છે. આમ 27 ટકા જેટલી સર્ગભા સ્ત્રીઓને રસીકરણ કરી નવસારી(NAVSARI) જિલ્લાએ એક નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી છે. જિલ્લાની નોંધાયેલી તમામ સર્ગભા સ્ત્રી ઓને કોવિડ વેક્સિનેશન(VACCINE) હેઠળ આવરી લેવામાં આવે અને કામગીરી વેગવંતી બનવી શકાય તે શુભ હેતુસર જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલો તથા ખાનગી હોસ્પિટલો કે જ્યાં પ્રસુતિની સેવાઓ આપવામાં આવે છે. તેવી તમામ હોસ્પિટલો ખાતે સર્ગભા સ્ત્રીઓને કોવિડ-19 ની રસીકરણ માટે આરોગ્ય શિક્ષણ આપતા વિવિધ પ્રકારના પોસ્ટોરો લગાડી જનજાગૃતિ કેળવવામાં આવી રહી છે.

કોવિડ-19ના કારણે માતા મરણ અને બાળમરણ અટકાવવાના પ્રયાસ હેઠળ જિલ્લાની તમામ સર્ગભા સ્ત્રીઓ રસીકરણ કેન્દ્ર ખાતે જઇ કોઇપણ જાતનો ડર સંકોચ રાખ્યા વિના રસીકરણ કરાવવા નવસારીની પ્રજાજનોને જિલ્લા તંત્ર દ્રારા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *