નવસારી એલ.સી.બી. પોલીસે બીલીમોરા (BILIMORA) ગાયકવાડ મીલચાલ પાસેથી 30 હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે મહિલાને ઝડપી પાડી હતી. જ્યારે કાર ચાલક અને દારૂ ભરાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસને શંકા જતા એક વેગેનાર કાર નં. જીજે 15 ડીડી 1628 ઉભી રાખવાની કોશિશ કરી હતી. પરંતુ કારના ચાલકે કાર ભગાવી દેતા પોલીસે તેનો પીછો કર્યો હતો. જેથી કાર(CAR) ચાલક બીલીમોરા ગાયકવાડ મીલચાલના ખાંચા પાસે કાર મુકી નાસી ગયો હતો. પરંતુ તે કારમાં સવાર મહિલાને પોલીસે(POLICE) ઝડપી પાડી હતી. સાથે જ પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી 30 હજારની વિદેશી દારૂની 288 બોટલો અને 48 નંગ બીયર મળી કુલ્લે 336 બોટલો મળી આવતા પોલીસે ગણદેવીના અમલસાડ સુવિધાપાર્ક સોસાયટીમાં રહેતી સંગીતાબેન મનહરભાઇ પટેલની ધરપકડ કરી હતી.
પરંતુ કાર ચાલક અને અમલસાડ ડીપી ફળિયામાં રહેતા રાકેશભાઇ જયંતીભાઇ પટેલ નાસી ગયો હતો. તેમજ દમણમાં રહેતા યુસુફભાઇએ દારૂનો જથ્થો ભરી આપતા પોલીસે રાકેશ અને યુસુફને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ(LIQUEUR) સહિત 1.30 લાખની કાર અને 500 રૂપિયાનો મોબાઇલ મળી કુલ્લે 1,60,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.