ખેરગામ તાલુકામાં સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત રહી હતી. વીતેલા 24 કલાકમાં તાલુકામાં 87 મી.મી.(3.48 ઈંચ) જેટલો વરસાદ ઉપરાંત ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે તાલુકામાંથી પસાર થતી તાન અને ઔરંગા સહિતની લોકમાતાઓમાં આજે સતત બીજા દિવસે ઘોડાપુર આવતા ખેરગામ અને ધરમપુર તાલુકા વચ્ચેથી પસાર થતા પાટી-ખટાણાં, ચીમનપાડા-મરધમાળ, બહેજ-ભાભા અને નાંધઇ-મરલા વચ્ચેનો લો લેવલનો બ્રિજ પાણીમાં ગરક રહેતા વાહન ચાલકોએ લાંબો ચકરાવો લેવાની નોબત આવી હતી. સાથે આર્થિક ભારણ વેઠવાની ફરજ પડી હતી. આ લો લેવલબ્રિજ પાણીમાં ગરક હોવાથી અહીંથી વાહન વ્યવહારબંધ કરવા સાથે અકસ્માત ન થાય તે માટે ખેરગામ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Related Articles
ગણદેવીના કછોલીમાં કેરી ચોરવા બાબતે બબાલ, પોલીસનું ફાયરિંગ
ગણદેવી તાલુકાના કછોલી ગામે કેરી ચોરી મામલે હળપતિઓ અને અનાવિલો વચ્ચે ગંભીર બબાલ થતાં મામલો થાળે પાડવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જો કે વળતાંમાં ટોળાંએ પથ્થરમારો કરતાં જિલ્લા પોલીસ વડા, તેમના કમાન્ડો અને બીલીમોરાના પીએસઆઇને ઇજા થતાં પોલીસે હવામાં 4 રાઉન્ડ ગોળીબાર કર્યા હતા. એ બાદ જિલ્લાની પોલીસ ખડકી દેવાઇ છે. પોલીસે એ બાદ […]
ચીખલી તાલુકામાં ચાર ઇંચ વરસાદ વરસતા ડાંગર પકવતાં ખેડૂતોને રાહત
ચીખલી(CHIKHLI) પંથકમાં લાંબા સમય બાદ નોંધપાત્ર ૩.૬૪ ઇંચ જેટલો વરસાદ વરસતા ચોમાસાની જમાવટ થઇ હતી સાથે ખેતીપાકોને પણ મોટી રાહત થઇ છે. ચીખલી સાથે ઉપરવાસમાં પણ સારા વરસાદથી લોકમાતાઓમાં પણ પાણીના સ્તર વધ્યા હતા. તાલુકામાં લાંબા સમયથી વરસાદ મન મૂકીને ન વરસતા ધરતીપુત્રો(FARMER)ની ચિંતા વધવા પામી હતી. છૂટા – છવાયા વરસાદી ઝાપટાને બાદ કરતા નોંધપાત્ર […]
જ્વેલર્સ સાથે ઠગાઇમાં બીલીમોરાના ભાજપ અગ્રણીની સંડોવણી
બીલીમોરાનાં આર.એ.પરીખ જ્વેલર્સમાંથી બે વર્ષ અગાઉ રૂ.60,71,781નાં 1692.320 ગ્રામનાં સોનાનાં દાગીના પડાવી લેવાના કેસમાં મહિલા આરોપીએ આ દાગીના તેના મિત્ર ભાજપ અગ્રણીને આપ્યા હોવાની રિમાન્ડ દરમિયાન કબૂલાત કરી હતી. જે દાગીના તેના મિત્રએ અલગ અલગ અનેક લોકો પાસે મુથુટ ફિનકોપ લિ. માં ગીરવે મુકાવી લોન મેળવી હતી. દરમિયાન રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે વધુ રિમાન્ડ માટે […]