સાપુતારાની સાંદિપની શાળાનાં બે વિદ્યાર્થોઓનાં કોરોનાનાં પોઝિટિવ આવતા તંત્રએ એલર્ટ થઇ કલેકટર ભાવિન પંડ્યા શાળાની મુલાકાતે પહોચી ટેસ્ટિંગ અને વેક્સિન માટે સૂચના આપી હતી. સાપુતારાની સાંદિપની શાળાનાં બે વિદ્યાર્થીઓના કોરોના એન્ટિજન ટેસ્ટ પોઝિટિવ આવતા બંને વિદ્યાર્થીઓને આઈસોલેશનમાં રાખવા સાથે, શાળાના અન્ય બાળકોના ટેસ્ટ સહિત તમામ શિક્ષકો, કર્મચારીઓ, તેમના પરિવારજનોના પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. તંત્રની આ કામગીરીની સાથે ડાંગ કલેકટર ભાવિન પંડ્યાએ પણ સાપુતારા ધસી જઇ જાત મુલાકાત લીધી હતી. ભાવિન પંડ્યાએ મહારાષ્ટ્રની સરહદે આવેલા સાપુતારા સહિત સમગ્ર ડાંગના તમામ એન્ટ્રી પોઇન્ટ્સ ઉપર પણ સઘન ચેકીંગ હાથ ધરવાની સૂચના આપી છે. સાથે હોટલ, રેસ્ટોરન્ટ, અતિથિ ગૃહો, ગેસ્ટ હાઉસ, જુદી જુદી મનોરંજન પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોનું ફરજીયાત વેક્સિનેસન થાય તે માટે પણ તેમણે સૂચના આપી છે. કલેક્ટર ભાવિન પંડ્યા સાથે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હિમાંશુ ગામીત અને જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ડી.સી.ગામીત ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાનું સંક્રમણ હળવુ થતા ડાંગ જિલ્લામાં શાળાઓ ફરી શરૂ તો થઈ ગઇ છે. સાથે ડાંગ જિલ્લામાં છેલ્લા બે મહિનાથી એક પણ કોરોનાનો કેસ નોંધાયો ન હતો. પરંતુ ગતરોજ લાંબા અરસા બાદ પ્રવાસન સ્થળ સાપુતારાની શાળામાં બે બાળકોનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા સ્થિતિ ચિંતાજનક બની છે.
Related Articles
ગણદેવી પીપલ્સ બેંકનો વાર્ષિક અહેવાલ સભાસદોના ઘરે પહોંચાડાશે
ગણદેવી પીપલ્સ કો-ઓપરેટિવ બેન્ક(BANK) લિ.ની 70 મી વાર્ષિક સામાન્ય સભા શનિવારે કોળી સમાજની વાડી ખાતે બેંકના પ્રમુખ ગોપાલ ગોહિલની અધ્યક્ષતામાં યોજાઇ હતી. એજન્ડા ઉપરના સાત કામો ચર્ચા વિચારણા કરી સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા. સભામાં ઉપસ્થિત સભાસદોના પ્રશ્નોના યોગ્ય જવાબો બેંક તરફથી આપવામાં આવ્યા હતા. આ બેંકે વર્ષ દરમિયાન થાપણમાં ૧૧.૬૫ ટકાનો અને ધિરાણમાં ૧૬. […]
ડાંગની એકલવ્ય સ્કૂલમાં ધો. 11ના માત્ર 30 વિદ્યાર્થી
ડાંગ જિલ્લામાં ધોરણ-10 એસ.એસ.સી બોર્ડની માસ પ્રમોશન પ્રણાલી માથાનાં દુઃખાવો સમાન બની. ડાંગ જિલ્લામાં ધોરણ 11 નાં વર્ગોની ઘટનાં પગલે અંદાજીત 654 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત બનતા આ આદિવાસી વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા એસ.એસ.સી પરીક્ષાનાં પરિણામમાં માસ પ્રમોશન જાહેર કરાયું છે. તેવામાં ડાંગ જિલ્લામાંથી એસ.એસ.બોર્ડની […]
નવસારી જિલ્લામાં 1682 સર્ગભાઓનું વેક્સિનેશન
કોરોના(CORONA)વાયરસ સામે લડવા કોવિડ-19 રસીકરણ જ શ્રેષ્ઠ ઉપાય છે. ત્યારે રાજ્ય સરકાર તરફથી મળેલી માર્ગદર્શિકા મુજબ સર્ગભા સ્ત્રીઓને રસીકરણ ઝુંબેશમાં આવરી લેવામાં આવતા આજદિન સુધી ઇ-મમતામાં નોંધાયેલી કુલ 6386 સર્ગભા સ્ત્રીઓ પૈકી 1682 સર્ગભા સ્ત્રીઓને કોવિડ રસીકરણથી આવરી લેવામા આવી છે. આમ 27 ટકા જેટલી સર્ગભા સ્ત્રીઓને રસીકરણ કરી નવસારી(NAVSARI) જિલ્લાએ એક નોંધપાત્ર સિધ્ધિ હાંસલ […]