૫મી સ્પ્ટેમ્બર ભારતના રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી નિમિત્તે સુરત જિલ્લા કક્ષાના શિક્ષક દિનની ઉજવણી વન, આદિજાતિ મંત્રી ગણપત વસાવાના અધ્યક્ષ સ્થાને કામરેજના વાવ ગામની વશિષ્ઠ વિદ્યાલય ખાતે કરાઈ હતી. આ અવસરે મંત્રીના હસ્તે જિલ્લા-તાલુકાના શ્રૈષ્ઠ શિક્ષકોને પુરસ્કૃત કરી સન્માનિત કરાયા હતા. જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનારા અમરોલીના શિક્ષક નિલેશ પંડ્યા, કાછલના જયમીન પટેલ, ગભેણીના ડો.નિલેશ ગાંધી, મહુવાના હેમંત પટેલ તથા તાલુકા કક્ષાએ રામગણેશ ગડકરી પ્રા.શાળાના ધર્મેશ પ્રજાપતિ, બારડોલીના પુષ્પા બારડને સન્માનિત કરાયાં હતાં. આ ઉપરાંત પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ જિગ્નેશ રાઠવા,ઋત્વા સાવલિયા, પુષ્પા, સાક્ષી, પૂજા વાળા, રીપકા રાઠોડને સન્માનિત કરાયાં હતાં. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલ, ધારાસભ્ય ઝંખના પટેલ, સંગીતા પાટીલ, તાલુકા પંચાયતના પ્રમુખ અજિત આહીર, શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભાવિની પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય ભારતી રાઠોડ, સી.આર.સી., બી.આર.સી. શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
