ગુજરાતના સરકારી કર્મચારીઓને 28 ટકા મોંઘવારી ભથ્થુ ચૂકવાશે

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે કેન્દ્ર સરકારના કર્મચારી અધિકારીઓ અને પેન્શનરોને અત્યાર સુધી ૧૭ ટકા મોંઘવારી ભથ્થુ આપવામાં આવતું હતું. જેમાં ૧ લી જુલાઇ થી ૧૧ ટકાનો વધારો કરી ૨૮ ટકાના ધોરણે મોંઘવારી ભથ્થુ ચુકવવાનો નિર્ણય કર્યો છે. મોંઘવારી ભથ્થાના આ વધારાનો અમલ સપ્ટેમ્બર માસના પગાર સાથે ચુકવવામાં આવશે. જ્યારે જુલાઇ માસથી મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના એરિયર્સની રકમનું ચુકવણું ઓક્ટોબર માસના પગાર સાથે કરવામાં આવશે અને ઓગષ્ટ માસના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના એરિયર્સની રકમનું ચુકવણું જાન્યુઆરી-૨૦૨૨ ના પગાર સાથે કરવામાં આવશે. આ નિર્ણયના કારણે રાજ્ય સરકારને દર મહિને અંદાજે રૂ. ૩૭૮ કરોડનો નાણાકીય બોજો આવશે. આ નિર્ણયનો લાભ અંદાજે કુલ-૯,૬૧,૬૩૮ જેમાં રાજ્ય સરકારના ૫,૧૧,૧૨૯ જેટલા અધિકારી/ કર્મચારીઓ/પંચાયતના કર્મચારીઓ અને ૪,૫૦,૫૦૯ જેટલા પેન્શનરોને મોંઘાવારી ભથ્થાના વધારાનો લાભ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *