વલસાડ તાલુકાનાં ડુંગરી ગામમાં સતત ચાર દિવસ સુધી આદિવાસી સમાજના લોકોને કોરોના સામે રક્ષણ આપતી કોવિડ-૧૯ વેક્સિન મુકાવવા સામાજિક કાર્યકરોએ અભિયાન ઉઠાવ્યું હતું. આદિવાસીઓમાં રહેલી વેક્સિન બાબતની ગેરસમજ દૂર કરી વેક્સિન મુકાવવા તૈયાર કર્યા હતા. ડુંગરી શ્રીરામજી મંદિર હોલ તેમજ પૂર્વ વિભાગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબક્કા વાર સતત ચાર દિવસ સુધી વેક્સિન કેમ્પ યોજાયા હતા. જેમાં ઓનલાઈન સહિત કુલ ૯૦૦ જેટલા લોકોએ રસીકરણ કરાવ્યું હતું. આ વેક્સિન સેવાયજ્ઞ અભિયાનમાં ડુંગરીના કાર્યકર અસીત દેસાઈ, માજી સરપંચ મહેશ પટેલ, માજી સરપંચ પંકજ ઉર્ફે લાલાભાઈ પટેલ, ગ્રામ પંચાયત સભ્ય સોનલ પટેલ, અગ્રણી ઉમેશ પટેલ સહીત અન્ય અગ્રણીઓએ સેવા આપી હતી. આ કેમ્પમાં સૌથી વધુ આદિવાસી સમાજના લોકોએ રસી મુકાવી હતી.
Related Articles
વલસાડમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતાં જળબંબાકાર
વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સારો વરસાદ છે. શનિવારે સાંજે છ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન વલસાડ તેમજ ધરમપુરમાં અઢીથી ત્રણ ઇંચ જેવો વરસાદ ઝીંકાતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વાપી તેમજ પારડીમાં પણ સાંજે બે કલાકમાં અડધો ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો. શનિવારે સાંજે છ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન ધરમપુરમાં ૭૦ એમએમ વરસાદ નોંધાયો […]
પારડી ચિવલ રોડ પર ચોરીને અંજામ અપાયો
પારડી ચિવલ રોડ પર ભાસ્કર ધૃતી અંગ્રેજી માધ્યમ સ્કૂલ સામે તળાવની પાળ ઉપર આવેલા ભંગારના ગોડાઉન અને બંધ મકાનમાં તસ્કરો ચોરી કરી ગયા હતા. જો કે ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. પારડી(PARDI)ના તળાવની પાળ પાસે એક બંધ મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી તસ્કરોએ સરસામાન વેરવિખેર કરી તિજોરીમાં મૂકેલી સોનાની કાનની બુટ્ટી, મંગળસૂત્ર, […]
વલસાડના રેલવે કર્મચારીઓની રેલરોકો આંદોલનની ચીમકી
વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના ડિવિઝનલ સેક્રેટરી પ્રશાંત કાનડેના નેજા હેઠળ સમગ્ર મુંબઈ ડિવિઝનમાં તેમજ વલસાડ બ્રાંચ દ્વારા રેલવેમાં મોનેટાઈઝેશનના નામે થતા ખાનગીકરણના વિરોધ સંદર્ભે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. આઈઓડબલ્યુ ખાતે મિટિંગ યોજી ‘ચેતવણી દિવસ’ મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઓલ ઈન્ડિયા રેલ્વેમેન્સ ફેડરેશનના સદસ્ય કૉમરેડ પ્રકાશ સાવલકરે જણાવ્યું કે, કેંદ્ર સરકાર રેલ્વે કર્મચારીઓનું શોષણ […]