માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજીત સામાન્ય ચૂંટણી 2021નું આજે સમગ્ર રાજ્યમાં આયોજન થઈ રહ્યું છે. જેમાં ખાસ કરીને 9 જેટલા ખંડ છે, પરંતુ બે ખંડ બિનહરીફ જાહેર કરાયેલા છે. પારડી ડીસીઓ શાળા ખાતે 7 ખંડમાં ચૂંટણી યોજાઈ હતી. વલસાડ જિલ્લાના કુલ 2268 જેટલા મતદાતાઓએ ખૂબ શાંતિપૂર્ણ રીતે મતદાત કર્યું હતું. ચૂંટણી પારદર્શક રીતે અને કોવિડ-19ના પાલન સાથે યોજાઈ રહી છે. 28 સપ્ટેમ્બરના રોજ મત ગણતરી માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરાશે અને ત્યારબાદ ઉમેદવાર જાહેર થશે. સરકારી નોટિફિકેશન દ્વારા ગેજેટમાં બહાર પાડવામાં આવશે. વલસાડ જિલ્લામાંથી અલગ અલગ બુથ પ્રમાણે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. મતદાન મથક પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થઈ હતી. ચૂંટણી અધિકારી તરીકે કે.એફ. વસાવાએ ફરજ બજાવી હતી.
