વલસાડના રેલવે ગરનાળામાં પાણી ભરાઈ રહેતા લીલાપોર વેજલપોર ગુંદલાવ ચોકડી રસ્તો બંધ થતાં સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વલસાડ તાલુકાના લીલાપોર વેજલપુર થઈને ગુંદલાવ ચોકડી સુધી જીઆઇડીસી કે બીજે જનારા અનેક લોકો આ ટૂંકા માર્ગનો ઉપયોગ કરે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ માર્ગમાં 333 નંબરનો રેલવે અંડરપાસ આવેલો છે. જેમાં ભરપૂર વરસાદી પાણી ભરાઇ રહે છે અને કાદવ કીચડ થાય છે. જેથી છેલ્લા બે માસથી રાહદારીઓ ચાલતા પણ જઇ શકતા નથી, એમણે આજુબાજુમાંથી ચઢાણ ચઢી જોખમી રેલવે પાટાઓ ઓળંગી સામેની બાજુ ઉતરવું પડે છે. જેમાં વાહનનો ઉપયોગ પાણી ભરાવાના લીધે થઈ શકતો નથી. પરિણામે વાહનચાલકો છીપવાડ થઈને અને ત્યાં પણ પાણી ભરાયા હોય તો કુંડી ફાટક થઈને દસેક કિલોમીટરના ચકરાવે જવું પડે છે. આ રેલવે ગરનાળામાં છેલ્લા દસેક વર્ષથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા છે. જે માટે ધારાસભ્ય અને સાંસદ સહિત વલસાડ નગરપાલિકા માર્ગ-મકાન વિભાગ દરેકને રજૂઆતો થયેલી છે. પણ આ ગંભીર લોક સમસ્યા ઉકેલવા માટે કોઈએ તત્પરતા દાખવી નથી.
Related Articles
ધરમપુર કોંગ્રેસ દ્વારા કોરોના સહાયના ફોર્મનું વિતરણ કરાયું
ધરમપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના ન્યાયયાત્રા અંતર્ગત કરોના કાળમાં મુત્યુ પામેલા પરિવારોના ઘરની મુલાકાત લેતાં પહેલા દિવસે આશરે 15 જેટલા ઞામના પરિવારજનોને સહાય માટે કુલ 40 જેટલા ફોમૅ ભરાયા હતાં. ધરમપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ પટેલની આઞેવાનીમાં તથા વલસાડ જિલ્લાના માજી સાંસદ કિસન પટેલની ઉપસ્થિતિમાં ધરમપુર તાલુકાના કાંગવી, શેરીમાળ, બરુમાળ, કરંજવેરી, ભેસંધરા, માકંડબન, ફુલવાડી […]
પારડી દમણીઝાંપાનો સર્વિસ રોડ બંધ કરાતાં સ્થાનિકોમાં રોષ
પારડી દમણીઝાંપા હાઈવે સ્થિત સર્વિસ રોડ પાસે પરીયા રોડ પર છેલ્લા કેટલાક સમય થી એક વાહન સર્વિસ સ્ટેશનના કેમ્પસમાં મોબાઈલ ટાવરનું ગેરકાયદે બાંધકામ ચાલી રહ્યું હતું. જેની સામે સ્થાનિક લોકોમાં રોષ ઉઠી રહ્યો છે. અહીં એક મોબાઈલ કંપનીના ટાવરનું બાંધકામ હાથ ધરાયું હતું. જે હાઇવે સર્વિસ રોડના માર્જિનમાં આવી શકે તેવી લોકોમાં બૂમ ઉઠી છે. […]
વલસાડમાં હત્યા આરોપી ચોરી કરતાં ઝડપાયો
વલસાડ અબ્રામા ધરાનગરમાં જનરલ સ્ટોરમાંથી તસ્કરો રૂપિયા ચાર હજારની ચોરી કરી ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરી કરનાર ચોરને ઝડપી પાડ્યો છે. ચોરી કરનાર હત્યાનો આરોપી છે, જેણે સાત વર્ષ જેલવાસ ભોગવ્યો છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના અબ્રામા ધરાનગરમાં શ્રીજી એપાર્ટમેન્ટ નં.101 માં રહેતા રાજેશ ચંપકલાલ શાહ અબ્રામા અરિહંત જનરલ સ્ટોર્સ નામની […]