મધ્ય ગુજરાતમાં આવેલા આણંદ જિલ્લાના તારાપૂર નજીક એક ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 11 લોકોના મોત થઇ ગયા હોવાનો કરૂણ બનાવ પ્રકાશમાં આવ્યો છે. જાણકારોના જણાવ્યા અનુસાર આ પરિવાર ઇકો કારમાં સવાર હતો અને તારાપુર નજીક અકસ્માત સર્જાયો હતો. આ પરિવાર ભાવનગરના વરતેજ ગામનો છે અને પરિવારના સભ્યો ઇકો કારમાં સુરતથી ભાવનગર જઇ રહ્યાં હતાં ત્યારે આ કરૂણાંતિકા સર્જાઇ હતી. બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આણંદના કલેક્ટરે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી આ ઘટનામાં એક વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તારાપુરથી વટામણની વચ્ચે સર્જાયેલા આ અકસ્માત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘટના અંગે ખેદ વ્યક્ત કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ ઇકો કાર ટ્રકમાં ઘસી જતાં સર્જાયેલા અકસ્માતમાં મોતને ભેંટનાર લોકોને ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરીને શ્રદ્ધાંજિલ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા વડોદરામાં સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં સૌરાષ્ટ્રથી સુરત આવી રહેલી કાર વડોદરા નજીક પલટી ગઇ હતી અને તેમાં આમ આદમી પાર્ટીના અગ્રણી સહિત ત્રણના મોત થયા હતા.
Related Articles
વડોદરાના દિપેશ છીપાના લાલ બાગ ચા રાજાની થીમ
વડોદરાના રાવપુરામાં ખારીવાવરોડ પર સારંગ પાણીનો વાડો ખાતે રહેતા દિપેશ છીપાએ લાલ બાગ ચા રાજાનો ભવ્ય સેટ તૈયાર કર્યો છે. આ ગણપતિના દર્શન કરવા એ ખરેખર લહાવો છે. () (ખાસ નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે ફક્ત નામ, સરનામું, ગણપતિનો ફોટો અને થીમ મોકલવાની […]
ધરમપુરમાં માછીવાડ ફળિયાના અક્ષય પાટીલના વોટ્સએપ થીમ પર ગણપતિ
વલસાડ જિલ્લાના ધમરપુર તાલુકાના માછીવાડ ફળિયા ખાતે રહેતાં અક્ષય વાલ્મિક પટેલે તેમના ઘરમાં વોટ્સએપ થીમ પર શ્રીજીનું આયોજન કર્યું છે. તેમના ડેકોરેશનમાં ગણપતિ ચેટિંગ કરીને લોકોને સંદેશ આપે છે કે, ઓક્સિજન મળી રહે તે માટે વૃક્ષો નહીં કાપો..ખઆવા પીવાની ચીજ વસ્તુઓમાં કેમિકલનો ઉપયોગ નહીં કરો. મને કષ્ટ પહોંચે એવું કામ નહીં કરો.ધીરે ધીરે કોરોના ઓછો […]
રાજ્યના 80,000 સ્કૂલ વર્ધી વાહનચાલકો એક વર્ષથી બેકાર
ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ હોવાથી સ્કૂલ વર્ધી વાહનચાલકો બેકાર બન્યાં છે. આ બેકારીમાં ડ્રાઇવરો અને વાહન સંચાલકો સામેલ છે. બેન્ક હપ્તા નહીં ભરી શકતા હોવાથી ત્રણ હજારથી વધુ વાહન માલિકો અને ડ્રાઇવરોએ તેમના વાહનો વેચી દીધા છે અથવા તો બેન્કે જપ્ત કરી લીધા છે.અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિયેશનના હોદ્દેદારોએ રાજ્યના મુખ્યમંત્રી […]