સુરતના ગાંધીબાગમાંથી ચંદનના વૃક્ષની ચોરી

સુરત(SURAT) ના ચોક બજાર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ગાંધી બાગમાં વધુ એક વખત કિંમતી ચંદનના ઝાડની ચોરીની ઘટના પ્રકાશમાં આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. સિક્યુરિટી ગાર્ડની હાજરી વચ્ચે ચંદનના ઝાડની ચોરીને પગલે મનપાનું બાગ ખાતુ દોડતું નજરે પડ્યું હતું. સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર અઠવા પોલીસ મથકથી થોડા જ અંતરે આવેલા ગાંધી બાગ(GARDEN)માં બુધવારે મોડી રાત દરમ્યાન અજાણ્યો ઈસમ ચંદનના ઝાડનું થડ ચોરી કરીને નાસી છૂટ્યો હતો. આ સંદર્ભે આજે સવારે મોર્નિંગ વોક માટે આવેલા નાગરિકોને જાણ થતાં ચંદન(SANDALWOOD)ના ઝાડની ચોરીની વાત વાયુવેગે પ્રસરી ગઈ હતી. સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં બાગમાંથી ઝાડ(TREE)ની ચોરીની ઘટનાને પગલે મનપાના બાગ ખાતાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મહાનગર પાલિકાની આ પ્રકારની બેદરકારીના કિસ્સાઓ જાવા મળી ચુક્યા છે. જેમાં ગાંધી બાગમાંથી જ બે વખત ચંદનના ઝાડની ચોરી(THIEF) થઈ હતી. આ સંદર્ભે મનપા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપીની મધ્ય પ્રદેશથી ધરપકડ કરવામાં આવી હતી. હવે આજની ઘટનામાં પણ મનપા દ્વારા અઠવા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અલબત્ત, સ્થાનિક પોલીસ દ્વારા હાલ ફરજ પર હાજર સિક્યુરિટી ગાર્ડની ઉલટતપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *