ડોનેટ લાઇફ દ્વારા વધુ એક યુવાનના અંગદાનોને મુંબઇ અને અમદાવાદમાં દાખલ વ્યક્તિઓના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોની મદદ અને પોલીસના ગ્રીન કોરીડોરથી માત્ર 92 મિનિટમાં જ મરોલીમાં રહેતા જૈન સમાજના અગ્રણીના હૃદયને મુંબઇમાં રહેતા યુવકને ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. જ્યારે બંને કિડની અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. મરોલીના રેલવે સ્ટેશનની સામે રહેતા દિનેશ મોહનલાલ છાજેડ (45 વર્ષ) પાલમાં જીનાગ એલ્યુમિનિયમના નામથી સ્લાઇડીંગ દરવાજા અને ગ્લાસ ફિટીંગનો વ્યવસાય કરતા હતા. તેઓને તા. 11મી જૂનના રોજ રાત્રે સાડા આઠ વાગ્યે બ્લડપ્રેશર વધી જતા તાત્કાલીક નવસારીની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની તબિયત વધારે લથડતાં સુરતની એપલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્રણ દિવસની સારવાર બાદ તા. 14મી જૂનના રોજ દિનેશભાઇને ડોક્ટરોએ બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ દિનેશભાઇના અંગોનું દાન કરવા માટે તેમના પરિવારને સમજ આપવામાં આવી હતી. દિનેશભાઇના પત્ની કે જેઓ એલઆઇસીમાં ફરજ બજાવે છે તેઓએ કહ્યું હતું કે, તેઓ જીવનમાં હંમેશા એવું માનતા હતા કે આપણે બીજાને મદદરૂપ થવું જોઈએ. આથી જ્યારે મારા પતિ બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે શરીર તો બળીને રાખ થઇ જવાનું છે, ત્યારે મારા બ્રેઇનડેડ પતિના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો. આ અંગે માહિતી આપતા ડોનેટ લાઇફના રાજેશ જૈનએ જણાવ્યું હતું કે, જયાબેનની મંજૂરી બાદ દિનેશભાઇની કિડની અને લિવરનું અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં 43 વર્ષિય મહિલાને જ્યારે બીજી કિડની આઇકેડીઆરસી હોસ્પિટલમાં 17 વર્ષિય યુવકને ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. જ્યારે હૃદયને સુરતની એપલ હોસ્પિટલથી મુંબઇનું 300 કિલોમીટરનું અંતર માત્ર 92 મિનિટમાં ચાર્ટર પ્લેન મારફતે મુંબઇના 30 વર્ષિય યુવકમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 386 કિડની, 159 લિવર, 8 પેન્ક્રીઆસ, 33 હૃદય, 14 ફેફસાં અને 290 ચક્ષુઓ કુલ 888 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 816 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
Related Articles
સાબરકાંઠા બનાસકાંઠાની છાપરી બોર્ડર સીલ
આગામી ૧૫ દિવસ માટે રાજસ્થાન સરકારે પોતાના રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતાં અને કોરોના મહામારી બેકાબૂ બનતા ૧૦ મે થી ૨૪ મે સુધી ૧૪ દિવસનું લૉકડાઉન લાગુ કરાતા આજથી દેગુ કરવામાં આવેલ અમલીકરણમાં આજે પ્રથમ દિવસે સાબરકાંઠા-અરવલ્લી- બનાસકાંઠા સહિતની ગુજરાતની રાજસ્થાન બોર્ડરો ઉપર બંને રાજ્યોના પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું […]
ઓલપાડમાં કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસ અગ્રણી અને પોલીસ વચ્ચે બોલાચાલી
ઓલપાડમાં કૃષિ કાયદાના વિરોધમાં સોમવારે ભારત બંધ આંદોલનમાં જોડાયેલા ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો કાર્યક્રમની શરૂઆત પહેલાં જ પોલીસે અટકાયત કરતાં પોલીસ અને ખેડૂત સમાજના આગેવાનો સાથે રકઝક થઈ હતી. અટકાયત થતાં ખેડૂતોએ પોલીસ સ્ટેશનમાં જ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યા હતા. ખેડૂતવિરોધી કાળા કાયદાના વિરોધમાં સંયુક્ત કિસાન મોરચા દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હોવાથી […]
સોમવારે રાજ્યમાં કોરોનાના વધુ 1681 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના નવા 1,681 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ 18 દર્દીનાં મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 9,833 થયો છે. બીજી તરફ આજે 4,721 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,66,991 દર્દીઓ સાજા થયા છે. આજે થયેલા મૃત્યુમાં અમદાવાદ શહેરમાં […]