જૈનોના પર્વાધિરાજ પર્યુષણમાં ત્રીજા દિવસે વેસુના ઓમકારસૂરિઆરાધના ભવનમાં પદ્મદર્શનવિજયજી મહારાજે પ્રવચન કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, પર્યુષણ પર્વ શુદ્વિનું પર્વ છે. માનવ જીવનમાં ડગલે ને પગલે ભૂલો થવાની પૂરી શક્યતા છે. આપણા આત્મામાં ‘સુ’ અને ‘કુ’ એમ બંને પ્રકારનાં સંસ્કારો અનાદિકાળથી પડ્યાં છે. ક્યારે કયાં સંસ્કારોનો હુમલો થશે તેની ખબર પડતી નથી. બાહ્ય નિમિત્તો ઉપર આપણું જીવન બને છે. અત્યારે ચારેય બાજુ કુનિમિતોનો રાફડો ફાટ્યો છે. પહેરવેશ, વાણી અને વ્યવહાર બદલાયા છે. મોબાઇલ, ઇન્ટરનેટ દ્વારા કુસંસ્કારોની આગ સર્વત્ર વ્યાપ્ત બની છે. જેના કારણે કષાયોએ માઝા મૂકી છે. પાપ તો સાપ કરતાં પણ ખતરનાક છે. સાપનો ડંખ એક ભવ બરબાદ કરશે, પણ પાપની પરંપરા ભવોભવને બરબાદ કરશે, પુણ્યવૃદ્વિ કરતાં પણ પાપશુદ્વિ મહત્ત્વની છે. જીવનમાં કરેલાં પાપોનું પ્રાયશ્વિત સદગુરુ પાસે એકવાર અવશ્ય કરી લેવું જોઇએ. ભવભીરુ અને પાપભીરુ એવા સદગુરુ પાસે જીવનની કાળી કિતાબ ખુલ્લી મૂકી દો. જીવનની ચાદર સદગુરુની લોન્ડ્રીમાં ધોઇને સાફ કરી નાંખો. જીવનમાં ક્યારેય હતાશ કે નિરાશ થશો નહીં. અશુદ્વિઓને દૂર કરી શુદ્વ કરવા માટે તનતોડ સફળ પ્રયત્ન કરવા જોઇએ.
Related Articles
21 વર્ષ સુધીના નિરાધારને રાજ્ય સરકાર સહાય કરશે
રાજયમાં કોરોનાની બીજી લહેર વખતે માતા પિતાનું અવસાન થતાં 776 જેટલા બાળકો નિરાધાર થયા છે. આ બાળકોને સહાય કરવા જાહેર કરાયેલી મુખ્યમંત્રી બાળ સહાય યોજના અન્વયે 18 વર્ષની વય સુધી સરકાર દર મહિને 4000ની સહાય કરશે તેવી જાહેરત કરાઈ હતી. આજે તેમાં સુધારો કરીને સીએમ વિજય રૂપાણીએ એવી જાહેરત કરી હતી કે હેવ આવા નિરાધાર […]
કાપોદ્રામાં રામદેવમંદિરના મુદ્રે વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રામદેવપીરનું મંદિર ડિમોલિશન થયા બાદ મૌખિક રીતે સત્તાધીશોએ જમીન ફાળવવાની વાત કરી હતી. જો કે, હજી સુધી જગ્યા ન ફાળવતાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ કરાયો છે. વરાછા ઝોન આફિસના પાર્કિંગમાં ઉપવાસ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. થોડા દિવસો અગાઉ સુરતના કાપોદ્રા વિસ્તારમાં રામદેવપીરનું મંદિર મહાનગરપાલિકા દ્વારા […]
વડોદરાના દિપેશ છીપાના લાલ બાગ ચા રાજાની થીમ
વડોદરાના રાવપુરામાં ખારીવાવરોડ પર સારંગ પાણીનો વાડો ખાતે રહેતા દિપેશ છીપાએ લાલ બાગ ચા રાજાનો ભવ્ય સેટ તૈયાર કર્યો છે. આ ગણપતિના દર્શન કરવા એ ખરેખર લહાવો છે. () (ખાસ નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે ફક્ત નામ, સરનામું, ગણપતિનો ફોટો અને થીમ મોકલવાની […]