આકારણી મુદ્દે બીલીમોરા પાલિકાના શાસકો અને ચીફ ઓફિસર આમને સામને

બીલીમોરા (BILIMORA) નગરપાલિકાના ચીફ ઓફિસર અને ભાજપ(BJP)ના શાસકો આમને સામને આવી ગયા છે. વિવાદના મૂળમાં પોતાને આકારણી કરવાની સત્તા હોય પાલિકા પ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન અને સદસ્યોએ ચીફ ઓફિસરની આ સત્તા સામે પડકાર ફેંકતા મામલો સુરતની પ્રાદેશિક કમિશનરની કોર્ટમાં ચીફ ઓફિસર લઈ જતાં કમિશનરે પાલિકાના સત્તાધીશોને કારણદર્શક નોટિસ ફટકારી છે.સુરત ખાતે આવેલી પાલિકાની દક્ષિણ ઝોનના પ્રાદેશિક કમિશનર અરવિંદ વિજયની કોર્ટમાં ગઈ 29/7/2021 ના રોજ ગુજરાત પાલિકા અધિનિયમ 1963ની કલમ 258(1)હેઠળ ચીફ ઓફિસરે ફરિયાદ કરી જણાવ્યું હતું કે પાલિકાના પ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન તથા સદસ્યોએ ગઈ તા.14/6/2021 ઠરાવ નંબર 56/3132 મુજબ શહેરની વિવાદિત મિલકતોની આકારણી કરવાની અને તેનો વેરો વસૂલ કરવાની સત્તા કારોબારી ચેરમેન તથા ચીફ ઓફિસરને આપવાનું ઠરાવવામાં આવ્યું હતું, પણ ચીફ ઓફિસરે (CHIEF OFFICER) આ ઠરાવનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે નિયમ મુજબ આ સત્તા ફક્ત ચીફ ઓફિસરની છે. નહીં કે સમિતિના ચેરમેન કે અન્યોની. જેથી તેમણે તેને પડકારી કાર્યવાહી કરવાની દાદ માગી છે.

જેથી પ્રાદેશિક કમિશનર અરવિંદ વિજયએ પાલિકા પ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન અને સદસ્યોને કારણદર્શક નોટિસ પાઠવી સુરત કચેરીએ હાજર થવાનું ફરમાન કર્યું હતું અને આ વિવાદ શમી ન જાય ત્યાં સુધી વિવાદિત સમિતિના ઠરાવને મોકૂફ રાખવાની ચીફ ઓફિસરની અરજી મંજૂરી કરી હતી. કોઈપણ શહેરની ગેરકાયદેસર બાંધકામની આકારણીની કાર્યવાહી પણ નહીં કરવા આદેશ આપ્યો હતો. આમ હાલ તો એવું કહી શકાય છે કે સત્તાધીશો સામે પડેલા ઓફિસરની અરજીને કમિશનરે મંજૂર કરતા સત્તાધીશો બેકફૂટ થયા છે. – પ્રાદેશિક કમિશનરનું પ્રમુખ, કારોબારી ચેરમેન અને સદસ્યોને નોટિસ પાઠવી હાજર થવાનું ફરમાન સુરત પ્રાદેશિક કમિશનરે બીલીમોરા પાલિકાના પ્રમુખ વિપુલાબેન મિસ્ત્રી, કારોબારી સમિતિના ચેરમેન સુચિતાબેન દુસાને તથા સમિતિના સભ્યો મનીષ નાયક, રમીલાબેન ભાદરકા, યુસુફ મેમન, મનીષ પટેલ, કલ્પનાબેન પટેલ, સુમનલતાબેન વર્મા, અનુપમાબેન પરમાર અને મનીષાબેન પટેલને નિયમ મુજબ નોટિસ ફટકારી ખુલાસો માગ્યો છે. જેમાં પ્રમુખ સહિતના સભ્યોએ વકીલનામું રજુ કર્યું છે અને સમય માંગ્યો છે. જેથી પ્રાદેશિક કમિશનરની કોર્ટે તમામને સમય આપી આગામી 27/8/2021એ હાજર રહેવા જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *