નારગોલ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ શક્તિસિંહ ઝાલાએ મરોલી ગામની વિલેજ વિઝીટ કરી આગેવાનો સાથે બેઠક કરી હતી અને કોરોના મહામારીમાં તકેદારી રાખવા તથા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા લોકોને સમજણ આપી હતી. સામાન્ય ઝઘડાઓનો નિકાલ આગેવાનો વચ્ચે પડીને સમજાવટ કરે તે માટે સૂચન કર્યું હતું અને દારૂ-જુગારના દૂષણોથી લોકો દૂર રહે ગામમાં સુલેહ શાંતિનો ભંગ ન થાય એની સમજણ આપી હતી, રખડતા ઢોરના કારણે રસ્તા ઉપર વધતા અકસ્માતના બનાવ રોકવા પંચાયત ધ્યાન આપે એમ પણ જણાવ્યું હતું. મરોલી ગામ દરિયા કિનારે આવેલ હોય કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
