ગત 28 ઓગસ્ટ-2003ના રોજ નાની દમણ(DAMAN)અને મોટી દમણને જોડતા પુલ પર મોટી દમણની અવર લેડી ઓફ ફાતિમા સ્કૂલનાં બાળકો બપોરે સ્કૂલમાંથી છૂટી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક પૂલ દમણગંગા નદીમાં તૂટી પડતા સ્કૂલનાં 28 વિદ્યાર્થીઓ સહિત એક શિક્ષક અને એક રાહદારી મળી કુલ 30 લોકો પાણીમાં ડૂબી જતાં મોતને ભેટ્યા હતા. ત્યારથી આજદિન સુધી 28 ઓગસ્ટ દમણ માટે કાળો દિવસ સાબિત થઈ રહ્યો છે. મૃતકોના આત્માને શાંતિ મળે એવા આશય સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ અવર લેડી ઓફ ફાતિમાં સ્કૂલ બહાર મૃતક બાળકોના સ્મારક ઉપર શ્રદ્ધાંજલિ અર્પિત કરી તેમના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરવામાં આવી હતી. ખાસ આજના આ દિવસે સ્કૂલ પ્રશાસન દ્વારા કેન્ડલ પ્રગટાવી વિદ્યાર્થીઓને શ્રધ્ધાંજલિ અર્પી હતી. પ્રદેશનાં સાંસદ લાલુભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલ, જિ. પ્રમુખ અસ્પી દમણીયા, યુથ એક્શન ફોર્સનાં પ્રમુખ ઉમેશ પટેલ સહિત અન્ય લોકોએ બાળકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ કામનાં જવાબદારોને હવે આકરામાં આકરી સજા ફટકારવામાં આવે અને બાળકોને આટલા વર્ષો વિતી ગયા બાદ હવે ન્યાય મળે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
Related Articles
ઉપરવાસમાંથી પાણી છોડાતા દમણમાં લાંગરેલી બે બોટ ડૂબી
વલસાડ જિલ્લાની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાનહમાં અવિરત વરસી રહેલા વરસાદને પગલે નદી નાળાઓ અને અન્ય જળાશયો પાણીથી છલોછલ થઈ જવા પામ્યા છે. ત્યારે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે બધુબન ડેમમાં પણ પાણીની આવક વધતાં ડેમ પ્રશાસન દ્વારા મોટા પ્રમાણમાં પાણી છોડવાનું કાર્ય કરી રહ્યા છે. ત્યારે ડેમમાંથી છોડવામાં આવી રહેલા ધમધસતા પાણીનાં […]
ઉમરગામમાં કોસ્ટલ હાઇવે પર પાણી ભરાયાં
વરસાદી વાતાવરણ વચ્ચે સમગ્ર ઉમરગામ પંથકમાં છેલ્લા ૮ કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. સોમવારે સવારથી જ સમગ્ર ઉમરગામ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો. સવારે છ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં ૫૪ મીમી (બે ઇંચ)થી વધુ વરસાદ નોંધાયો હતો. ફલડ કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર મોસમનો કુલ વરસાદ ૨૧૦૭ મીમી એટલે કે ૮૫ ઈંચ જેટલો […]
વાપી જીઆઇડીસીમાં ક્રેઇનના ધંધાની અદાવતમાં હુમલો
વાપી(VAPI)ના કોચરવા કુંભાર ફળિયામાં રહેતા ક્રેનના માલિકને તેના ફળિયામાં જ રહેતા ત્રણ શખ્સોએ ક્રેનનો ધંધો વાપી જીઆઇડીસીમાં નહીં કરવા માટે મારી નાંખવાની ધમકી આપી હતી. પાંચેક મહિના પહેલાં પણ આ લોકોએ ક્રેનના મામલે તેના માલિકને માર પણ માર્યો હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. ભંગારના ધંધામાં જેમ દમણમાં દાદાગીરી કરવામાં આવે છે તેવી દાદાગીરી હવે […]