દમણમાં ટ્રકની અડફેટે 9 વર્ષના બાળકનું મોત

દમણનાં ડાભેલમાં આવેલા ઘેલવાડ ફળિયાનાં નેતાજી સુભાષચંદ્ર બોઝ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે અમ્રતભાઈની ચાલમાં રહેતા હનુમાન તિવારીનો 9 વર્ષિય પુત્ર રાજ હનુમાન તિવારી મંગળવારે રાત્રે રસ્તા પર સાઈકલ ચલાવી રહ્યો હતો. એ દરમ્યાન કંપનીમાંથી માલ ભરીને ટ્રક નં. DD-03-L-9748 નો ચાલક પૂરપાટ ઝડપે ટ્રકને હંકારીને જઈ રહ્યો હતો. જ્યાં ચાલકે સાઈકલ ચલાવતા બાળકને અડફેટે લેતા બાળક ટ્રકનાં ટાયર નીચે આવી જતાં જ તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે આસપાસનાં દુકાનદારો અને અન્ય રહીશો દોડી આવી ટ્રક ચાલકને પકડી ઘટનાની જાણ તુરંત ડાભેલ પોલીસને કરી હતી. આ તરફ બનાવની જાણ મૃતક બાળકનાં પરિજનોને થતાં જ તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોતાના વહાલસોયા પુત્રની કચડાઈ ગયેલી હાલત માં લાશ જોઈ તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

પીએસઆઈ ધનજી ડૂબરીયા અને અન્ય પોલીસ કર્મીઓ ઘટના સ્થળ ઉપર આવી મૃતક બાળકની લાશનો કબ્જો લઈ તેને પોસ્ટ માર્ટમ અર્થે મરવડની સરકારી હોસ્પિટલમાં મોકલી આરોપી ટ્રકના ડ્રાઈવર ધીરેશ રતન તૂમડાને પકડી જેલનાં સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *