આગામી તા.28મી સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠાના વડગામના અપક્ષ ધારાસભ્ય જીગિનેસ મેવાણી હવે કોંગ્રેસમાં જોડાય તેવી સંભાવના છે. જીગ્નેશ મેવાણી ઉપરાતં વિદ્યાર્થી નેતા કનૈયાકુમાર પણ કોંગીમાં જોડાય તેવા ચક્રો ગતિમાન થયા છે. ખાસ કરીને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આ સમગ્ર બાબતે મધ્યસ્થી કરી રહયા છે. જો કે આ મુદ્દે કોંગ્રેસ દ્વ્રારા કોઈ સત્તાવાર જાહેરત કરાઈ નથી. તાજેતરમાં કોંગ્રેસના વિધાનસભા પક્ષની બેઠકમાં પાર્ટીના ધારાસભ્યો દ્વ્રારા વહેલી તકે ગુજરાત કોંગ્રેસના પ્રભારીની જગ્યા ખાલી હોવાથી તેના પર જલ્દીથી નિમણૂંક કરવામાં આવે તેવી તીવ્ર લાગણી વ્યકત્ત કરાઈ છે. આ ઉપરાંત ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી છે ત્યારે જરૂર પડયે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની પણ મદદ લેવા ધારાસભ્યોએ લાગણી વ્યકત્ત કરી છે.
