માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ત્રણ કૃષિ કાયદા સામે સોમવારે સંયુક્ત કિસાન મોરચાએ ભારત બંધનું એલાન કર્યું હતું. આથી વાંકલ અને કેવડી બજાર સવારે બે કલાક બંધ રહ્યું હતું. જેમાં કોંગ્રસ અને આપ બંધના એલાનમાં જોડાઈ હતી. માંગરોળ કોંગ્રેસના દસ કાર્યકર્તાને પોલીસે ડિટેઇન કરાયા હતા. ત્રણેય કાયદાને લીધે કૃષિક્ષેત્ર કોર્પોરેટ સેક્ટર હાથમાં જઈ રહ્યો છે. ગુજરાતમાં 15 જેટલી એ.પી.એમ.સી. બંધ થઈ છે અને બીજી બંધ થવા જઈ રહી છે. ત્રણ ખેડૂતવિરોધી કાયદા રદ કરવાની માંગ કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં માંગરોળ તાલુકા કોંગ્રેસના પ્રમુખ શામજી ચૌધરી, રૂપસિંગ ગામીત, પ્રકાશ ગામીત, બાબુ ચૌધરી, શાહબુદીન મલેક, હરીશ વસાવા, પ્રભુ વસાવા, સોમા વસાવા, જગદીશ મકવાણા વગેરે હાજર રહ્યા હતા.
